રાજકોટ-

રાજકોટમાં હજુ ૨૪ કલાક પહેલાં ધોરણ-૧૨ની છાત્રાને પરિવારને મારી નાંખવાની ધમકી આપી તેના પૂર્વ પડોશીએ ત્રણવખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાની શાહી સૂકાય નથી ત્યાં વધુ એક બાળા દુષ્કર્મનો ભોગ બની છે. આજે કુવાડવા પાસે આવેલા એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામમાં ૬ વર્ષની બાળાને ૨૦ વર્ષના નરાધમે પીંખી નાખ્યાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામના ૨૦ વર્ષીય રામલાલે બોર ખાવાના બહાને બોલવી ૬ વર્ષની બાળાનો દેહ પીંખી નાખ્યો હતો. બાદમાં ઘરે આવેલી બાળા ધ્રુસકે ધ્રુસકે રડી હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે હવસખોર રામલાલની ધરપડક કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

નરાધમ બાળાને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો રાજસ્થાનના ભીલવાડા ગામનો રામલાલ બાબુજી ખદેરા નામનો શખ્સ પોતાના ગામના કોન્ટ્રાક્ટર મારફત બારવણ ગામમાં કુવા ખોદવાની મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. ગઇકાલે બપોરે રામલાલ સાથે કામ કરતા મજૂરો જમવાનો બ્રેક પડતા જમવા ગયા હતા ત્યારે બાજુમાં રમી રહેલી ૬ વર્ષની બાળાને જાેઇને આરોપી રામલાલની દાનત બગડી હતી અને બાળા પાસે જઇ ફોસલાવીને બોર ખવડાવવાના બહાને અવાવરું જગ્યાએ લઇ જઈને બાળાને પીંખી નાંખી હતી. પરિવારજનોએ તુરંત જ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. આ મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રામલાલ વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.