/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમ્યાન જ ભારતીય યુવકે ઓસ્ટ્રેલીયન યુવતીને પ્રપોઝ કર્યુ, જાણો વધુ

સિડની-

ક્રિકેટનું સ્ટેડિયમ આમ તો ક્રિકેટરોને માટે ખૂબ જ ખૂબસુરત જગ્યા હોય છે, પરંતુ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ એવા પણ હોય છે કે જેઓ સ્ટેડીયમને પોતાના ખૂબસુરત પળોનું સાક્ષી બનાવવા માટે પસંદ કરે છે. આવુ જ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી સિડની વન ડે દરમ્યાન સ્ટેડીયમમાં જોવા મળ્યુ હતુ. એક ભારતીય ક્રિકેટ ફેને ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમની ફેન યુવતીને પ્રપોઝ કર્યુ હતુ. ભારતની ઈનીંગની 21મી ઓવર થઈ રહી હતી એ દરમ્યાન જ આ રોમેન્ટીક દ્રશ્ય સર્જાયુ હતુ. આ યુગલે સ્ટેડીયમમાં આસપાસના પ્રેક્ષકોને પણ આશ્ચર્યમાં મુકી દીધા હતા. ભારતીય ક્રિકેટને લગતી ટી શર્ટ પહેરેલા યુવકે ઓસ્ટ્ર્લેયીયન ક્રિકેટ ટીમની જર્સી પહેરેલ યુવતીને પ્રપોઝ કરી દીધુ હતુ. યુવકે પોતાના ઘુંટણ પર બેસીને રોમેન્ટીક અદાથી હાથમાં વિંટી લઈને યુવતીને પ્રપોઝ કર્યુ હતુ, યુવતીએ જોઇને એક પળ એમ લાગતુ હતુ કે તે ના કહી રહી છે. જોકે સાથી પ્રેક્ષકો અને ફેન્સે તાળીયો પાડતા યુવતી અને યુવક બંને એકબીજાને ભેટી પડીને હગ કરી લીધુ હતુ અને જવાબમાં હા પણ કહી દીધુ.

આ ખૂબસુરત પળને જોઈને ઓસ્ટ્રેલિયાની ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સહિત તમામ ખેલાડીઓએ પણ તાળીઓ પાડી હતી. આ દરમ્યાન લાંબા સમય સુધી આ કપલે એક બીજાને હગ કરી રાખ્યુ હતુ, હગ કરીને બંનેએ કીસ પણ કરી હતી. યુવક અને યુવતીને જોઈને જોકે એમ લાગી રહ્યુ હતુ કે બંને એકબીજાના જાણીતા હશે અને બંને આ અગાઉ પણ મિત્રો હોઇ શકે જે હવે એકબીજાના પાર્ટનર બનવા આગળ વધી રહ્યા છે. આ બંને વચ્ચેની આ પળોને કોઈએ તસ્વીર પણ ના લેવી પડી કે ના તો વિડીયો પણ બનાવવા પડ્યા હતા. કારણ કે મેદાન પર ક્રિકેટને લઈને લાઈવ પ્રસારણના કેમેરા પણ અઢળક હતા. બે ઓવરોની વચ્ચે ના સમયમાં જ આ દ્રશ્ય હોઈ પુરતો સમય પણ કેમેરાના લેન્સને પણ તેમની પર ફોકસ કરવા માટે મળી રહ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution