દિલ્હી-

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે પાકિસ્તાને તંગધાર સેકટરમાં એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું તો સેનાએ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં લોન્ચપેડસને નિશાન બનાવીને હુમલો કરતાં ખાસ્સું નુકસાન થયાના સમાચાર છે. 

મળતી માહિતી મુજબ પાકિસ્તાની મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે ભારતની તરફથી આટલું ભારે શેલિંગ પહેલાં કયારેય થયું નહોતું. એક રિપોર્ટના મતે શનિવાર વહેલી સવારે ચાર વાગ્યે મોટર્રિ અને મીડિયમ રેન્જ આર્ટિલરીથી એટેક કર્યો. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ નૌગામ અને તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ શેલિંગમાં કુપવાડાના જિલ્લાના છ નાગરિક ઘાયલ થયા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં પીઓકેના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યું. સુરક્ષા એજન્સીઓએ થોડાંક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી કે એલઓસીની પેલે પાર અંદાજે 300 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. 

આ આતંકી કાશ્મીર ઘાટીના ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેજમાં અને જમ્મુના સંબા અને રાજૌરી-પૂંછથી લાગેલી સરહદ પર આવેલ છે. ઇનપુટમાં કહેવાયું હતું કે આ આતંકીઓનો મંસૂબો સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની છે. તાજેતરના દિવસોમાં ધૂસણખોરીની કોશિષ કરતાં કેટલાંય આતંકી ઠાર થયા છે.