દિલ્હી

કેન્દ્ર સરકારે ચીનની ટેક કંપનીઓ વિરુદ્ધ બીજી મોટી કાર્યવાહી કરી છે. ભાર સરકારે ચીનની વધુ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી  દીધો છે. આ પગલાને ભારત સરકારનો ચીન પર બીજો ડિજિટલ પ્રહાર કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ 47 એપ્સ બંધ કરવામાં આવેલી 59 ચીની એપ્સની ક્લોનિંગ હતી. ભારત સરકારે ટિકટૉક પર પ્રતિબંધ મૂકી દીધા બાદ તે ટિકટૉક લાઇટના નામે સક્રિય હતી. આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ્સને બેન કરી હતી. જેમાં ટિકટૉક, શેરચેટ, કેમસ્કેનર સહિત પ્રસિદ્ધ એપ્લિકેશન પણ સામેલ હતી. આ ઉપરાંત ભારત સરકારે 275 ચીની એપ્સની યાદી પણ બનાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભારતમાં 59 ચીની એપ્સ બેન કર્યા બાદ હવે સરકારે ચીનની બીજી 47 એપ્સને બેન કરી દીધી છે અને વધુ 200 એપ્સને બેન કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર ચેક કરી રહી છે કે, આ એપ્સ કોઈ રીતે નેશનલ સિક્યોરીટી અને યુઝર પ્રાઈવસી માટે જોખમ તો નથી બની રહી ને? એક રિપોર્ટ મુજબ, જે કંપનીઓનું સર્વર ચીનમાં છે, તેના પર પહેલા પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ 200 એપ્સમાં ગેમિંગ એપ PUBG પણ સામેલ છે. જે ચાઈનાના વેલ્યુએબલ ઈન્ટરનેટ Tencentનો ભાગ છે. સાથે જ તેમાં Xiaomi દ્વારા બનાવવામાં આવેલી Zili એપ, ઈ-કોમર્સ Alibabaની Alixpress એપ, Resso એપ અને Bytedanceની Ulike એપ સામેલ છે.