કવાંટ

કવાંટ નગર ના ફતે ટેકરી ઉપર એસ.ટી ડેપો બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર થી સ્વયં ભુ દબાણ દૂર ન કરાતા તંત્ર દ્વારા દબાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી.કવાંટ ખાતે ફતે ટેકરી પર નવીન બસ ડેપો બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ૪૪૮૧ ચો.મી જમીન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા ને રૂ.એક ટોકન દરે થી જમીન નો કબજાે સોંપવામાં આવ્યો હતો. ફતે ટેકરી ઉપર એસ.ટી ડેપો બનાવવા માટે ફાળવેલી જગ્યા પર કેબીનો, પાકા બાંધકામ વગેરે દબાણો દૂર કરવા માટે ૧૭ દિવસ પહેલા પંચાયત દ્વારા નોટિસો આપી હોવા છતાં કેટલાક દબાનકર્તા ઓ સ્વેચ્છાએ દબાણ ન હટાવતા ગતરોજ સાંજ ના ૬.૦૦ કલાકે કવાંટ મામલતદાર, કવાંટ પોલીસ અને કવાંટ ગ્રામ પંચાયત ના સ્ટાફ દ્વારા ૨ જે.સી. બી.થી દબાણો દૂર કરવામાં આવ્યા હતા..