દિલ્હી-

દેશમાં વધતા કોરોના સંક્રમણને જાેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ૨૦૨૧ એપ્રિલ પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી-માર્ચમાં આયોજીત થઇ ચૂકી છે. વિદ્યાર્થીઓ અને પેરેન્ટસ દ્વારા સતત માંગ ઉઠતા ૧૦ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષા ૨૭થી ૩૦ એપ્રિલ સુધી આયોજીત થવાની હતી. પરીક્ષાની નવી ડેટસની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્‌વીટ કરીને તેની માહિતી આપી દીધી. તેમણે કહ્યું કે હાલ પરિસ્થિતિને જાેતા તેમણે દ્ગ્‌છને પરીક્ષા સ્થગિત કરવાની ભલામણ કરી હતી. શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાની નવી ડેટસ પરીક્ષાના ૧૫ દિવસ પહેલા રજૂ કરાશે. જે વિદ્યાર્થીઓએ એપ્રિલ સેશનની એકઝામ માટે અરજી કરી છે તેઓ પોતાની નવી ડેટસ અંગે સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકશે.