જુનાગઢ-

જુનાગઢ જિલ્લામાં ભાજપના અગ્રણી કરશન ધડુકના એસેલ પાર્ક રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસે કુલ 20 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુકનો પણ સમાવેશ થતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. જૂનાગઢમાં એસેલ પાર્ક રિસોર્ટમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. રિસોર્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. ભાજપ અગ્રણીના રિસોર્ટમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રિસોર્ટમાંથી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુક અને 2 મહિલા સહિત કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ જુગારીઓ મોટી રકમના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે. હજુ પણ પોલીસ અને SOGની સંયુક્ત તપાસ ચાલુ છે. ભાજપના અગ્રણીની હોટલમાં જુગારધામના પર્દાફાશથી ચકચાર મચી છે.