વલસાડ, ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ તાલુકાની બે બેઠક ઉપર અને ખેરગામ તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાંથી ૧૧ બેઠક ઉપર ભાજપે કમળ ખીલવી હસ્તગત કરી છે. જ્યારે આ ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે પાંચ બેઠક ઉપર ઉમેદવારી કરનારા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના પાંચે ઉમેદવારે અનામતની રકમ ગુમાવી છે.નવસારી જિલ્લા પંચાયતની પહેલી- આછવણી બેઠક ઉપર ભાજપના સુમિત્રાબેન સુરેશભાઈ ગરાસીયા(૯૫૩૪)એ કોંગ્રેસના માજી સભ્ય ગુણવંતીબેન(૯૧૪૧)ને ૩૯૩ મત વધુ મેળવી હાર આપી છે જ્યારે ૧૨- ખેરગામની બેઠક ઉપર ભાજપના ભીખુભાઈ સોમાભાઈ આહિરે(૧૩૧૮૪) કોંગ્રેસના રાજેશ આહિર(૮૯૨૯) કરતાં ૪૨૫૫ વધુ મત મેળવીને વિજય હાંસલ કર્યો છે. જેમાં ૧૦૬૮ મતો નોટા ને મળ્યા હતા. આછવણી બેઠકના ૨૮ બુથમાથી ૧૬માં કોંગ્રેસે સરસાઈ મેળવી હતી જેમાં ૧-પાટી ૧ માં સૌથી વધુ મતદાન ૯૭૧ મત પડ્યા હતા.