હાલોલ, તા.૨૯ 

પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં પ્રિમોન્સૂન કામગીરી અને સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે.હાલોલ તાલુકાના દેલોલ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભાથીજી દાદાના મંદિર નજીક આવેલ લાઈટની ડીપી ની આજુબાજુમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઊગી નીકળેલ છે આ ડીપી ની અજુ બાજુમાં લોખંડની ગ્રીલ પણ લગાડવામાં આવેલ નથી.હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો હોય જેના અનુષંધનમાં ચોમાસામાં લાઈટ બંધ થઈ જતી હોય છે ત્યારે પુષ્કળ ઘાસ હોવાના કારણે કોઈ પણ હેલ્પર લાઈટ ચાલુ કરવા માટે કોઈ પણ જાત નું જોખમ લેવા તૈયાર થતા ન હોવાથી ગામમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે.લાઈટ ની ડીપી ની નજીક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓ એ પણ આ પરિસ્થિતિ નો સામનો કરવો પડતો હોય છે માટે ડીપીની આસ પાસ સફાઈ કરી લોખંડની ગ્રીલ મારવામાં આવે તેવી આસ પાસ રહેતા રહીશો ની માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આસ પાસ રહેતા રહીશો દ્વારા વારે ઘડીએ ફરિયાદ કરવામાં આવેલ હોય તે છતાં પણ તંત્ર બેદરકારી ભર્યું વર્તન કરી આંખ આડા કાન કરી રહ્યું છે અવે જોવાનું એ રહ્યું કે લાગતું વળગતું તંત્ર આ સમસ્યાનું સમાધાન લાવશે કે કેમ?? એવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે.