ટોરોન્ટો-

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ અભિવ્યક્તિની આઝાદીનું સમર્થન કર્યું હતું, પરંતુ સાથે એવું પણ જણાવ્યું કે આની મર્યાદી નક્કી હોવી જાેઈએ. એટલું જ નહીં અમુક ખાસ સમાજને મનફાવે તે રીતે અને કારણ વગર નુકસાન ન પહોંચાડવું જાેઈએ. ટ્રૂડોએ ફ્રાંસના શાર્લી એબ્દો પત્રિકા તરફથી પૈગંબર મોહમ્મદના કેરિકેચર બતાવવાના અધિકારી અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે, "અમે હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ એક હદથી બહાર ન હોવી જાેઈએ."

ટ્રૂડોએ કહ્યું કે આપણે બીજાઓનું સન્માન કરતા કામ કરવું જાેઈએ. એવો પણ પ્રયાસ કરવો જાેઈએ કે તે લોકોને કારણ વગર નુકસાન ન પહોંચાડવામાં આવે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક ઉદાહરણ આપતા પોતાની વાત રાખી કે આપણને દર્શકોથી ખીચોખીચ ભરેલા સિનેમા હૉલમાં આગ-આગની બૂમો પાડવાનો અધિકાર નથી. દરેક અધિકારની મર્યાદા હોય છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તરફથી આપવામાં આવેલા નિવેદનથી અંતર રાખતા ટ્રૂડોએ અભિવ્યક્તિના અધિકારને ખૂબ જ સાવચેતી પૂર્વક ઉપયોગ કરાની વિનંતી કરી હતી. 

વડાપ્રધાન કહ્યું કે, આપણા જેવા બહુલવાદી અને વિવિધ અને સન્માનજનક સમાજમાં આપણે આપણા શબ્દોના પ્રભાવને સમજવો પડશે, આપણા કામથી બીજા પર શું પ્રભાવ પડશે તે સમજવું પડશે. ખાસ કરીને એ સમાજ અને વસ્તી કે જેઓ આજે પણ ભેદભાવ સહન કરવા માટે મજબૂર છે. તેમણે એવું પણ કહ્યું કે આ સમાજ આ મુદ્દાઓ અંગે જવાબદારીપૂર્વક જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છે.