સંગીત સાંભળવાથી માનસિક શાંતિ તો મળે જ છે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. સર્બિયા દેશના વૈજ્ઞાનિકોના મુજબ દિવસમાં 30 મિનિટ મનપસંદ સંગીત સાંભળાથી હૃદયનાં સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આ રિસર્ચ અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એન્યુઅલ સાયન્ટિફિક અને વર્લ્ડ કાગ્રેડ ઓફ કાર્ડિયોલોજીના સંયુક્ત સત્રમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચમાં હૃદયરોગથી પીડાતા લોકો પર મ્યૂઝિક થેરપીની અસરોનું અવલોકન કરવામાં આવ્યું હતું.

બેલગ્રેદ યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલાં રિસર્ચમાં હાર્ટ અટેક આવેલા 350 દર્દીઓને સામેલ કરાયા હતા. આ દર્દીઓને રેગ્યુલર દવાઓ સાથે મ્યૂઝિક થેરપી પણ આપવામાં આવી હતી. 7 વર્ષ સુધી કરવામાં આવેલાં રિસર્ચમાં માલુમ પડ્યું કે, મ્યૂઝિક થેરપીથી આ દર્દીઓમાં હાર્ટ ફેલ્યોરનું જોખમ 18% ઘટ્યું હતું અને ફરીવાર હાર્ટઅટેક આવવાનું જોખમ 23% ઓછું જોવા મળ્યું હતું.