દરેક પ્રકારની ખાણી-પીણીની દુકાનો હાલ બંધ છે અને હવે ઉનાળાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ સીઝનમાં ઠંડી વસ્તુઓ ખાવી વધુ ગમતી હોય છે. એમાં પણ બજારના ઠંડા ફ્લેવર્ડ મિલ્ક, મિલ્ક શેક, આઈસક્રીમ, કોલ્ડ કોકો તો હાલ મળી નહીં શકે. જેથી આજે અમે તમને ઘરે જ સુરતનો ફેમસ કોલ્ડ કોલો બનાવતા શીખવાડીળશું. આ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પછી તમે ફ્રીજમાં ચિલ્ડ કરીને કોલ્ડ કોકો પી શકો છો. આ માત્ર 5 સામગ્રીમાં જ બની જશે. જો એકવાર તમે ઘરમાં બનાવશો તો બજારના કોલ્ડ કોકોને ભૂલી જશો, તેની ગેરંટી. તો ચાલો બનાવી લો.

સામગ્રી:

1 લિટલ દૂધ.3 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર,4 ચમચી કોકો પાઉડર,10-12 ચમચી ખાંડ,થોડાં બદામ-કાજુ કતરેલાં

બનાવાની રીત: 

સૌથી પહેલાં એક તપેલીમાં દૂધ કાઢી તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો અને વચ્ચે હલાવતા રહો. હવે એક બાઉલમાં અડધો કપ દૂધ લઈને તેમાં 3 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર અને 4 ચમચી કોકો પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે દૂધને જોઈશું. દૂધ ઉકળી રહ્યું હોય ત્યારે ગેસ સ્લો રાખીને 10-12 ચમચી ખાંડ નાખીને હલાવો. પછી તેમાં તૈયાર કોકો પાઉડરનું મિક્ચર એડ કરીશું. આ થોડું થોડું એડ કરીને સતત હલાવતા રહેવું. પછી 4 મિનિટ સુધી દૂધ ઉકળા દઈએ. હવે દૂધને ઠંડો કરીને ફ્રીજમાં 1 કલાક મૂકી દો. પછી તેને સર્વ કરતી વખતે તેમાં ડ્રાય ફ્રુટ્સ અને કેટબરીના થોડાં ટુકડા નાખી દો. બસ તૈયાર છે ઠંડો ઠંડો કોલ્ડ કોકો.