સાવલી,તા.૨૮

સાવલી ના ભાદરવા પંથક માં આવેલા પરથમપુરા ગામે પસાર થતી મહી નદીમાં ગેર કાયદેસર ખનન ની ફરિયાદ ના પગલે ખાણ ખનીજ વિભાગ ની રેડ દરમિયાન બેફામ બની ગયેલા ખનીજ માફી આવે ખાન ખનીજ ની ટીમ પર હુમલો કરી ગાડીઓના કાચ તોડી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે ખાન ખનીજ વિભાગે છ હિટાચી મશીન અને બે ડમ્પર સહિતનો આશરે ત્રણ કરોડ નો મુદ્દા માલ કબજે કરી ફરાર ઈસમો અને મશીનરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે

સાવલી તાલુકામાં ખનીજ માફીઆઓ ભારે બેફામ બની ગયા છે અને ઠેર ઠેર ગેરકાયદેસર ખનને માઝા મૂકી છે ખનીજ માફીયાઓ પોલીસ કે વિજિલન્સ ની ટીમ કે પછી સરકારી અધિકારીઓ પર હુમલો કરતા અચકાતા નથી અને સમગ્ર તાલુકો ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે તેવામાં આજરોજ સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં પરથમપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી ના સામે કિનારે આણંદ જિલ્લામાં પણ ખનીજ વિભાગની રેડ પાડી હતી જેના પગલે ખનીજ માફિયાઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા અને એક તબક્કે ખનીજ માફિયાઓએ ખાણ ખનીજની ટીમ પર હુમલો કરી દીધો હતો અને અધિકારીની પ્રાઇવેટ થાર કારના કાચ તોડી નાખ્યા હતા અને ફરાર થઈ ગયા હતા

મહીસાગર નદીમાંથી ગે.કા રેતી નું ખનન વહન થતું હોવા ની માહિતી ના પગલે ખનીજ વિભાગે રેડ કરી હતી અને મસ્‌ મોટું રેતી ખનનનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું ગ્રામજનો જણાવ્યા પ્રમાણે મહી નદીમાં ૨૪ કલાક બેફામ રેતી ખનન ચાલે છે ખનીજ માફીઆઓ સ્થાનિકોને ગાંઠતા નથી વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવે છે પરંતુ પરિણામ નથી આવતું તેવો ગ્રામજનો એ આક્ષેપ લગાવ્યો હતો

ખાન ખનીજની ટીમ પર હુમલો કરીને ૧૦ જેટલા ડમ્પરો અને એક હીટાચી મશીન લઈને ફરાર થઈ ગયા હતા અધિકારીઓ પર હુમલાના પગલે ભાદરવા પોલીસ પણ મહીસાગર નદીના પટમાં આવી પહોંચી હતી વડોદરા અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી આજે ફ્લાઈંગ સ્કોવડ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે ૧૦૦ જેટલા ડમ્પરો નદીપટમાં હતા જીગાભાઈ તેમજ સુરતના લોકો અને ભરવાડો એ આ હુમલો કર્યો છે તેવું જણાવ્યું હતું અને ત્યાંથી રેતી ભરીને સીધી ખેડા જિલ્લામાં સપ્લાય થાય છે જેના કારણે ટેક્સ ના ભરવો પડે અને આ સદંતર બંધ થવું જાેઈએ તેવું જણાવ્યું હતું

૩ કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત

સુરત ફ્લાઇંગ સકોવડ અને ખેડા જિલ્લા કચેરી દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમે જ્યારે લોકેશન પહોંચ્યા પર પહોંચ્યા ત્યારે સાત હિતેચી સાત નાવડી ૧૨ ડમ્પર જાેવા મળેલા અને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ અને માપણી કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર ખનન હોવાનું ફલિત થયું હતું ત્યારબાદ આણંદ જિલ્લા કચેરી અને વડોદરા જિલ્લા કચેરીને અહીંયા બોલાવી હતી તેવામાં ફ્લાઈંગ સ્કોવડ ની ટીમ અને ખેડા જિલ્લાની ટીમ પર ખનીજ માફીયા ઓ એ હુમલો કર્યો હતો અને ૧૦ જેટલા ડમ્પરો અને એક હિટાચી લઈને ભાગી ગયા હતા અને વડોદરા જિલ્લા તેમજ અમારી ખાનગી ગાડી પર હુમલો કર્યો છે હાલ અંદાજિત ૩ કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્તે કર્યો છે