આણંદ, તા.૨૪   

રોજે રોજ આણંદ જિલ્લામાં વધી રહેલાં કોરોના વાઇરસના સંક્રમણના આ માહોલમાં હજુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડી રહ્યાં છે. લોકો હરજુ માસ્ક પહેરવાની બાબતની ગંભીરતાથી લેતાં નથી. પેટલાદ નગરપાલિકાએ લોકોના દિલો-દિમાગમાં આ વાત ઘૂસાડવા માટે નવો પ્રયોગ કર્યો છે.

પેટલાદ નગરપાલિકા તંત્રએ જૂનાં જમાનામાં ફિલ્મો દ્વારા સમાજમાં ખુબ જ પોપ્યુલર બનેલાં બે ફિલ્મી પાત્રોનો ઉપયોગ કરીને કોરોનાકાળમાં માસ્ક પહેરવા લોકોને અપીલ કરી છે. પેટલાદ શહેરમાં ઠેર ઠેર માસ્ક માટે અપીલ કરતાં હોર્િંડગ્સ લગાડવામાં આવ્યાં છે. જાેકે, આ હોર્િંડગ્સની ખાસિયત એ છે કે, તેમાં હિન્દી ફિલ્મ શોલેના બે પાત્ર ગબ્બર અને સાંભાની તસવીર મૂકીને ગબ્બર સાંભાને આવું પૂછી રહ્યો છે કે, તેરાં ક્યાં હોગા?

સરકાર મૈંને માસ્ક નહીં પહેના!

માસ્ક નહીં પહેના? તો અબ કોરોના ખા...

વધુ એક પોસ્ટરમાં મિ.ઇન્ડિયા ફિલ્મના ખુબ જ પ્રખ્યાત થયેલાં પાત્ર મોગેમ્બોનું પોસ્ટર લગાડવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં પણ મોગેમ્બોના પ્રખ્યાત થયેલાં ડાયલોગ મોગેમ્બો ખુશ હૂઆને અલગ રીતે દેખાડવામાં આવ્યો છે. પોસ્ટરમાં મોગેમ્બોની તસવીર સાથે એવું લખવામાં આવ્યું છે કે, બિના માસ્ક કા મોગેમ્બો!? કોરોના ખુશ હૂઆ!

અલબત્ત, એક નવો પ્રયોગ કરીને લોકોને કોરોના વિશે જાગૃત કરવાની પેટલાદ નગરપાલિકાના સત્તાધીશોએ કોશિશ કરી છે. પેટલાદ પાલિકાની આ કોશિશ આખા આણંદ જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બની છે.