ગાંધીનગર- 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા, ગુજરાતમાં ૨૩ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ૨૧ ઓગસ્ટથી એટલે શુક્રવારથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. ૨૨ તથા ૨૩ ઓગસ્ટના રોજ ગુજરાતમાં કેટલાક સ્થાને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું જાેર રહેશે. જ્યારે ૨૩ ઓગસ્ટે વધુ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે જે આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ વરસાદ લાવશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૮૫ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ૭ તાલુકા હજુ પણ એવા છે જ્યાં વરસાદની ઘટ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ