મોરબી-

મોરબીના માળિયા ફાટક પાસે ગુરુવારની વહેલી સવારના લગભગ 4 વાગ્યના સમયે રાજસ્થાના ઉદયપુરથી ચાર યુવાનો આવ્યા હતા. તેમને મોરબીમાં રહેતા રાજસ્થાન યુવક દિનેશ શંભુભાઈ તેમને તેડવા માટે આવ્યા હતા. ત્યારે માળિયા ફાટક પાસે આ પાંચ યુવાન ઉભા હતા અને જે યુવાન તેડવા આવ્યો હતો તે બાઇક પર હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે આ પાંચેય યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. એકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહોને PM માટે ખસેડ્યા હતા. તે દરમિયાન વાહન ચાલકે અકસ્માત સર્જી નાસી ગયો હતો. જેને ઝડપી પાડવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના માળિયા ફાટક પાસે આજે સવારના સમયે એક બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એકને ઈજા થઈ હતી. ઘટના બાદ વાહન ચાલક ફરાર થયો છે. ઘટના બાદ મૃતદેહને PM માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.