રાજકોટ-

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર બિલિયાળા ગામના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહન વચ્ચે ટક્કર થતાં આગ ભડકી ઉઠી હતી. આ આગમાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને કારમાં સવાર ત્રણ મહિલા સળગીને ભડથું થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ બિલિયાળા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત સાથે આગની જાણ નગરપાલિકાના ફાયર ફાઇટરોને થતા બંને ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પરંતુ આ સમય દરમિયાન બંને વાહનો અકસ્માત થતા આગ લાગતા બંને વાહન અને ત્રણ મહિલાઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અગનગોળો બનેલી કારમાં ગોંડલના ડેરા શેરીમાં રહેતા નિવૃત જીઈબી કર્મચારી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભીખુભા જાડેજાના પત્ની રેખાબા સહિત અન્ય બે મહિલાઓના મોત થયા છે.