/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મોરબી: શ્રમિક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી-

મોરબીનાં વાહન ચેકીંગ સમયે ઝડપાયેલ બે શખ્સોની કબુલાતના આધારે અમરેલીથી ત્રીજા સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી. મોરબીના જાંબુડિયા ગામ નજીક ત્રણ ઇસમોએ શ્રમિક યુવાનને છરી ના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું જે હત્યાના બનાવની તપાસ ચલાવતા તાલુકા પોલીસ ટીમે બે ઇસમોને શંકાસ્પદ મોબાઈલ અને બાઈક સાથે ઝડપાયા હતા જેને હત્યાની કબુલાત આપી હતી તો એક સાગરિતને અમરેલી પોલીસે ઝડપી લીધો હતો જેને મોરબી પોલીસને સોપવામાં આવ્યો છે. 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પીએસઆઈ અર્જુનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ બંધુ નગર નજીક વાહન ચેકિંગમાં હોય દરમિયાન ડબલ સવારી બાઈકમાં પસાર થતા ઇસમોને રોકી તલાશી લેતા વિવિધ કંપનીના ૯ મોબાઈલ મળી આવ્યા હોય જેથી તાલુકા પોલીસ ટીમે શંકાસ્પદ મોબાઈલ અને બાઈક સાથે આરોપી રમેશ ઉર્ફે રમલો ટપુભાઈ વાઘેલીયા અને હરસુખ કાળુભાઈ વાઘેલીયા એમ બે ઇસમોને ઝડપી લીધા હતા અને પ્લેટીના મોટરસાયકલ જીજે ૨૩ એક્યું ૬૫૯૫ અને ૫ મોબાઈલ સહીત રૂ ૩૮,૧૦૦ નો મુદામાલ કબજે લઈને સઘન પૂછપરછ કરતા આરોપીઓએ તા. ૩૧-૧૦ ના રોજ જાંબુડિયા ગામની સીમમાં એક મજુરને છરી માર્યાની કબુલાત આપી હતી અને આરોપીઓ હત્યાના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું તો અન્ય એક આરોપી અક્ષય કાળુભાઈ વાઘેલીયાને અમરેલી જીલ્લામાંથી અમરેલી એસઓજી ટીમે દબોચી લીધો હતો જેને મોરબી પોલીસને સોપવામાં આવ્યો છે અને હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવામાં તાલુકા પોલીસને સફળતા મળી છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution