સુરત-

સસરાને ઘરે ચાલતા ફર્નીચરના કામ માટે રૂપિયા ૧.૫૦ લાખ આપવા જવા નિકળેલા ઍસ્સાર કંપનીના કર્મચારીને પત્નીનો ફોન રિસિવ કરવાનું ભારે પડ્યું છે. યુવકે રીંગરોડ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી પસાર થતો હતો તે વખતે જ પત્નીનો ફોન આવતા બાઈક સાઈટ પર કરી ફોન રિવિસ કરવા જતા તે વખતે પાછળથી હેલ્મેટ પહેરીને આવેલા બે સ્નેચરો તેના હાથમાંથી મોબાઈલ ખેચવાનો પ્રયાસ કર્યો હતો જાકે ફોન હાથમાં નહી આવતા પાછળ બેસેલા અજાણ્યાઍ બાઈકની ટાંકી ઉપર મુકેલ રોકડા રૂપિયા મૂકેલ બેગ ઝૂંટવી નાસી ગયા હતા. પોલીસે યુવકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સુરત ના અડાજણ બોટોનિકલ ગાર્ડનની સામે વિક્ટોરીયા ગ્રીન ખાતે રહેતા વિશાલ અરવિંદભાઈ રાઠોડ કંપનીમાં નોકરી કરે છે. વિશાલ ગઈકાલે બપોરે તેના સસરાના ઘરે ફર્નીચરનું કામ ચાલતુ હોવાથી તેઓને રૂપિયાની જરૂર હોવાથી અગાઉ સસરા પાસેથી લીધેલા હોવાથી તેઓને ફર્નીચર માટે જરૂર પડતા ઘરેથી રૂપિયા ૧.૫૦ લાખ લઈને સસરાને આપવા માટે જતા હતા.

તે વખતે આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી પહોચતા પત્નીનો ફોન આવતા વિશાલે ફોન રીસીવ કરવા જતા પાછળથી બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખ્સોએ હાથમાંથી મોબાઈલ ખેચવાનો પ્રયાસ કર્યો હતો જાકે મોબાઈલ તેમના હાથમાં નહી આવતા પાછળ બેસેલા અજાણ્યાએ પેટ્રોલ ટાંકી ઉપર રૂપિયા ૧.૫૦ લાખ મૂકેલ લેપટોપવાળી બેગ ખેંચી નાસી ગયા હતા. બેગમાં રોકડા રૂપિયાની સાથે કંપનીના કાગળો પણ હતા. વિશાલે બાઈકર્સનો પીછો કર્યો હતો પરંતુ તેઓ સ્ટેશન તરફથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેણે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે વિશાલની ફરિયાદ લઈને ગઠિયાઓને શોધવાની કવાયત હાથ ધરી છે.