નસવાડી

નસવાડી માં આવેલ રામદેવ નગર માં રહેતા લીંડા મોડેલ સ્કુલ ના આચાર્ય મેરામણ પેઠીયા ના ઘર માંજ પિતરાઈ ભાઈ ભરત પીઠીયા દ્વારા હત્યા કરવામાં આવી હતી તેવું તેઓ ના પત્ની એ જણાવ્યું હતું. હત્યારો ભરત પીઠીયા ધારદાર ચપ્પુ લઈ મેરામણ ભાઈ ના ઘરની પાછળ થી આવ્યો જ્યાં મેરામણ પીઠીયા ની પત્ની સવારે પોતાના બાળકને શૌચક્રિયા કરાવવા માટે ભાર નીકળીયા હતા જ્યાં ભરત પીઠીયા એકાએક તીક્ષણ હથિયાર લઈ પહેલા મહેરામણ પીઠીયા ના પત્ની તેમજ નાની બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ ભરત પીઠીયા મેરામણ ભાઈ ના ઘરમાં જઈ ને ચપ્પુના ઉપરા છાપરી ઘા કર્યા હતા આ જાેઈ મેરામણ પીઠીયા ના પત્ની એ બુમાબુમ કરતા ભરત પીઠીયા નાસી ગયો હતો. રામદેવ નગર ના રહીશો મેરામણ પીઠીયા ના ઘરે પોહચી ગયા ને મેરામણ પીઠીયાને સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોકટરે તેમને મૃત ઘોસિત કર્યા હતા. આ બનાવની જાણ નસવાડી પોલીસને થઇ હતી. મેરામણ પીઠીયા ની હત્યા કોલંબા પ્રા શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત પીઠીયા એ કરી કે તેમ જણાવ્યું હતું પોલીસે ભરત પીઠીયા ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.