દિલ્હી-

દેશ માં કોરોના કેસ સતત વધતા જાેવા મળી રહ્યા છે ત્યારે આ વધતા જતાં કેસો વચ્ચે ભારતમાં કોવિડ મહામારી સામે લડવા માટે વધુ એક હથિયાર મળી ગયું છે. કોરોના દર્દીઓની સારવાર માટે એન્ટીબૉડી કૉકટેલના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. જે આપણા માટે રાહત ના સમાચાર છે .જેનાથી લોકોને આપણે બચાવી શકીશું.

ભારત સરકારે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે દેશી દવા કંપની રૉશે ઈન્ડિયા ના એન્ટીબૉડી કૉકટેલના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. બુધવારે રૉચે ઈન્ડિયાએ તેની જાહેરાત કરતાં જણાવ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશન એ ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે એન્ટીબૉડી કૉકટેલના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. રૉશે ફાર્મા ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વી સિમ્પસન એમેનુએલે તેમના નીવેદનમાં જણાવ્યું કે , ભારતમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યા વચ્ચે રૉશેએ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમે કોરોના દર્દીઓના હોસ્પિટલાઈઝેશન અને હેલ્થકેર સિસ્ટમનું ભારણ ઘટાડવા શક્ય તમામ પ્રયત્નો કરીશું.

એન્ટીબૉડી કૉકટેલનો ઉપયોગ પુખ્ત વયના અને સગીર (૧૨ વર્ષ કે તેથી વધુ વયના, ઓછામાં ઓછું ૪૦ કિલો વજન ધરાવતા)માં સામાન્યથી મધ્યમ કોરોના વાઈરસની સારવાર માટે કરવામાં આવશે. આ અંગે સિપ્લાના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલના ઉમંગ વોરાએ જણાવ્યું કે, ઇર્ષ્ઠરી સાથે અમારી ભાગીદારી “કેયરિંગ ફૉર લાઈફ”ના અમારા ઉદ્દેશ્યને આગળ વધારવા માટે સારવાર સુધી પહોંચને સક્ષમ કરવામાં એક મહત્વનું પગલું છે. સિપ્લા દેશભરમાં પોતાની સપ્લાય શક્તિઓનો લાભ ઉઠાવીને ભારતમાં ઉત્પાદનું વિતરણ કરશે. રૉચેનું કહેવું છે કે, આ દવા દેશના તમામ અગ્રણી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ થશે.