મુંબઇ  

એઈમ્સના ડોકટરોને સુશાંતના શરીરમાં કોઈ જૈવિક ઝેર મળ્યું નથી.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એઈમ્સ પેનલ દ્વારા સીબીઆઈને સુપરત કરતો અહેવાલ મળી આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે સુશાંતને કોઈ ઝેર આપવામાં આવ્યું ન હતું. સુશાંતના વિસેરામાં કોઈ ઝેર મળી આવ્યું નથી. એઈમ્સના ડોકટરોને સુશાંતના શરીરમાં કોઈ જૈવિક ઝેર મળ્યું નથી.

એઈમ્સનો રિપોર્ટ સીબીઆઈની તપાસથી અલગ નથી. જોકે, કૂપર હોસ્પિટલના ડોકટરોને સંપૂર્ણ ક્લીનચીટ આપવામાં આવી નથી. કૂપર હોસ્પિટલનો અહેવાલ વિગતવાર તપાસ કરવા જણાવાયું છે. કૂપર હોસ્પિટલ હજી પણ સવાલ હેઠળ છે. એઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે કૂપર હોસ્પિટલ બેદરકારી દાખવી હતી.ઉલ્લેખનીય છે કે સુશાંતનું શબપરીક્ષણ કૂપર હોસ્પિટલના ડોકટરો દ્વારા કરાયું હતું. જેના પર સવાલો ઉભા થયા હતા. રિપોર્ટમાં સુશાંતના ગળાના નિશાન પર કંઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુશાંતના મોતનું સમય પણ જણાવવામાં આવ્યો નથી

સુશાંતના પરિવાર વતી, તેના પરિવારના વકીલે સુશાંતને મૃત્યુ પહેલા ઝેર આપવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ હવે એઈમ્સના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું ન હતું. સુશાંતના પરિવારે સુશાંતની આત્મહત્યાને હત્યા ગણાવી હતી. સુશાંતના પિતાએ રિયા પર તેના પુત્રને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તીને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવી છે.