નવી દિલ્હી

નેશનલ હાઇવે પર ઓછા અંતરની મુસાફરીમાં મોટી રાહત મળશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે ટોલિંગ માટે ખૂબ જ જલ્દી નવી જીપીએસ બેસ્ડ સિસ્ટમ આવશે. જ્યા એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટના આધાર પર માત્ર જેટલા અંતરની મુસાફરી કરી હશે તેટલા જ અંતરના પૈસા આપવાના રહેશે. નિતિન ગડકરીએ કહ્યું કે સિસ્ટમને રજૂ કરવામાં બે વર્ષ લાગશે. ગડકરીએ ટોલ પ્લાઝાની લાઇવ મોનિટરિંગ દ્વારા ટોલ પ્લાજા પર લાઇવ સ્થિતિ સાથે ન માત્ર કેટલો ડિલે થયો છે તે એસેસ થઇ શકશે પરંતુ સાથે સાથે ટ્રાફિક હિસ્ટ્રી અને ટ્રાફિકની સ્થિતિ પણ જાણી શકાશે.

આખા દેશમાં ટોલ પ્લાઝા પર લાઇવ કંડીશન જાણવા માટે મોનિટરિંગ સિસ્ટમના લોન્ચિંગ પર નિતિન ગડકરી એ કહ્યું કે હાઇવે પર ફાસ્ટ ટેગથી વર્ષના 20,000 કરોડ રુપિયાની બચત કરી શકાશે. તે સિવાય 10,000 કરોડ રુપયાનો રેવન્યૂ પણ મળશે.

હાઇવે માટે એક રેટિંગ પ્રણાલી રજૂ કરતા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યુ કે હાઇવેના ઉપયોગ, નિર્માણ અને ગુણવત્તાના મામલામાં પરફેકશન પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન માટે હાઇવે યુઝર્સ માટે FASTags અનિવાર્ય કરવાથી ટોલ પ્લાજા પર ડિલે ઓછો થયો છે. આપને જણાવી દઇએ કે 16 ફેબ્રુઆરી 2021થી ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગના દ્વારા ટોલ ટેક્સ પેમેન્ટ જરુરી થઇ ગયું છે. ત્યાર બાદ ટોલ કલેક્શનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇંડિયાએ કહ્યુ કે ફાસ્ટટેગ દ્વારા રોજનું ટેક્સ કલેક્શન 104 કરોડ રુપિયાના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયું છે.

નિતિન ગડકરીએ કહ્યું કે ટોલ પ્લાઝા પર લાઇવ નજર રખાઈ રહી છે તેનાથી ઇન્કમટેક્સ, જીએસટી અને અન્ય સંબંઘિત વિભાગોના અધિકારીઓના હાથમાં એક મહત્વપૂર્ણ ઉપકરણ સાબિત થશે.