દિલ્હી-

ભારતમાં કોરોના વાઇરસના કેસ 30 લાખના આંકડાને પાર કર્યો છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 22,80,566 લોકો સ્વસ્થ થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 69,239 કેસ નોંધાયા છે. જ્યારે 912 લોકોના મોત થયા છે. હાલ દેશમાં કોરોનાથી સંક્રમીત 7,07,668 લોકોને સારવાર અપાઇ રહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ સંક્રમિત કેસોની વાત કરવામાં આવે તો 41,779 પર આંકડો પહોચ્યો છે. જેમાં 14,165 એક્ટિવ કેસ છે. જ્યારે 26,528 લોકો સ્વસ્થ થયા છે અને 1086 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે રવિવારના રોજ કોરોનાના કેસનો આંકડો 30 લાખને પાર કર્યો છે. જ્યારે 16 દિવસ પહેલા આ આકડો 20 લાખની પાર પહોચ્યો હતો. જો કે દેશમાં કોરોનાને કારણે મૃત્યુ થનાર લોકોનો મૃત્યુદર ઘટીને 1.86 ટકા રહ્યો છે.