દિલ્હી-

દેશમાં કોરોના વાયરસે કહેર વેર્યો છે. હૉસ્પિટલમાં બેડ અને ઑક્સિજનથી લઇને ડૉક્ટરો સહિત અન્ય મેડિકલ સ્ટાફની સાથે સાથે રેમડેસિવિર જેવી દવાઓના અભાવે કોવિડને ઘણો જ જીવલેણ બનાવી દીધો છે. ચિંતાની વાત એ છે કે આવનારા દિવસોમાં પણ સ્થિતિ સુધરવાની કોઈ શક્યતા જાેવા મળી રહી નથી. દેશના જાણીતા કાર્ડિયક સર્જન અને નારાયણા હેલ્થના ફાઉન્ડર ચેરમેન ડૉ. દેવી શેટ્ટીએ ચેતવણી આપી છે કે આગામી ત્રણ-ચાર મહિના સુધી ૨૫થી ૩૦ ટકાનો પોઝિટિવિટી રેટ રહેશે અને દરરોજ ૩ લાખથી વધારે નવા કોરોનાના કેસો આવતા રહેશે.

આંકડા જણાવે છે કે દરેક સંક્રમિત વ્યક્તિની સરખામણીએ ઓછામાં ૪ સંક્રમિત વ્યક્તિ એવા છે જે ટેસ્ટ નથી કરાવી રહ્યા. આ દ્રષ્ટિએ દરરોજ ૧૫ લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આમાંથી ૫ ટકાને પણ આઈસીયૂ બેડની જરૂર પડે છે તો દરરોજ ૭૫ હડાર આઈસીયૂ બેડ જાેઇશે જે આગામી ૧૦ દિવસ સુધી ખાલી નહીં થાય. દુર્ભાગ્યથી આપણી પાસે ૭૫થી ૯૦ હજાર આઈસીયૂ બેડ જ છે જે મહામારી પીક પર પહોંચે તે પહેલા જ ભરાઈ ચુક્યા છે. તેમનું કહેવું છે કે ગત લહેરની સરખામણીએ આ વખતે કોરોના સંક્રમિત યુવાનોની મોટી સંખ્યા આઈસીયૂમાં ભરતી છે. યુવાઓની કમાણી પર પરિવાર ચાલે છે આ કારણે તેમના મોતની સામાજિક સ્તર પર ઘાતક અસર પડે છે. આના પર લગામ લગાવવા માટે આપણે આગામી કેટલાક દિવસમાં ૫ લાખ આઈસીયૂ બેડ તૈયાર કરવાના રહેશે.

આ કામ ઘણું મુશ્કેલ પણ નથી. સરકારી અથવા પ્રાઇવેટ હૉસ્પિટલોના તમામ બેડને કેટલાક ઉપકરણો દ્વારા આઈસીયૂ બેડમાં ફેરવી શકાય છે જે સેન્ટ્રલ ઑક્સિજન સિસ્ટમથી જાેડાયેલા છે. જાે કે આપણી પાસે ડૉક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફનો પણ ભારે અભાવ છે. કોવિડથી પહેલા દેશની સરકારી હૉસ્પિટલોમાં ૭૬ ટકા મેડિકલ સ્ટાફના પદ ખાલી હતા. મોટાભાગની સરકારી હૉસ્પિટલોના આઈસીયૂ નીચેના સ્તરના છે. તો પ્રાઇવેટ હૉસ્પિટલોમાં પણ સ્ટાફની કમી છે. કોરોનાની નવી લહેરમાં જે યોદ્ધાઓએ અગ્રિમ મોરચો સંભાળ્યો હતો તેઓ હવે થાકી ચુક્યા છે. આ કારણે આપણે કેટલાક લાખ કુશળ યુવા ડૉક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ જાેઇએ જે કોરોનાની વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ જીતી શકે. સારી વાત એ છે કે ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેની પાસે કેટલાક દિવસમાં જ લાખો યુવા યોદ્ધા તૈયાર કરવાની ક્ષમતા છે. આ માટે કેટલાક નિયમો બદલવાના રહેશે.

અત્યારના દેશમાં ૨.૨ લાખ નર્સિંગ સ્ટુડન્ટ્‌સે જીએનએમ અથવા બીએસસી ટ્રેનિંગ પૂર્ણ કરી લીધી છે અને પરીક્ષાની રાહ જાેઇ રહ્યા છે. જાે નર્સિંગ અને આઈસીયૂ સર્વિસ પેરામેડિકલ સ્ટુડન્ટ્‌સને એ શરત પર ગ્રેજ્યુએશનની પરીક્ષાથી મુક્તિ અને ભવિષ્યમાં સરકારની નોકરીઓમાં પ્રાથમિકતા આપવાનું આશ્વાસન આપવામાં આવે કે કોવિડ આઈસીયૂમાં એક વર્ષ સુધી કામ કરવાનું રહેશે તો તેઓ આ ઑફર ખુશી ખુશી સ્વીકાર કરી લેશે. દેશમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોને પણ અભાવ છે. અલગ અલગ મેડિકલ અને સર્જિકલ સ્પેશ્યાલિટીઝમાં લગભગ ૨૫ હજાર ડૉક્ટર પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી ચુક્યા છે. આ ઉપરાંત ૧.૩ લાખથી વધારે ડૉક્ટર ઘરે બેસીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નીટ એક્ઝામ પાસ કરીને પીજી કોર્સમાં જવા ઉત્સુક છે. કેમકે ક્લિનિક સબ્જેક્ટમાં ફક્ત ૩૫ હજાર પીજી સીટ જ છે, આ કારણે ૧ લાખથી વધારે ડૉક્ટરોને નિરાશા જ હાથ લાગશે. તેમને આગામી નીટ પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ ઑફર કરી શકાય છે. તેમના માટે પણ એ જ શરત કે એક વર્ષ સુધી કોવિડ આઈસીયૂમાં કામ કરે.

ડૉક્ટર શેટ્ટીએ કહ્યું કે, આ તમામ નિરાશાજનક પરિસ્થિતિઓ વચ્ચે આપણે એ પણ યાદ રાખીએ કે આપણે કોવિડની વિરુદ્ધ પોતાની લડાઈ ત્યારે શરૂ કરી જ્યારે આપણે પીપીઈ કિટ પણ નહોતા બનાવતા. ત્યારે આપણી પાસે ઘણા ઓછા વેન્ટિલેટર્સ હતા, પરંતુ આગામી કેટલાક જ સમયમાં આપણે એટલી પીપીઈ કિટ અને વેન્ટિલેટર્સ બનાવવામાં સફળતા મેળવી કે બીજા દેશોને નિકાસ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે, “આપણે આપણા સક્ષમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અત્યારે પણ કિંમતી જિંદગી બચાવવા માટે કોઈ પણ સંકટને અવસરમાં બદલવાની તાકાત રાખીએ છીએ.”