હરણી લેકઝોનમાં સ્કૂલના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલ્ટી જવાની ઘટનાની સત્યતા તપાસવા માટે ગઈકાલે સાંજે ૪.૫૮ કલાકે અમે પરેશ શાહને તેમના સત્તાવાર મોબાઈલ નંબર ૯૮૨૫૧ ૪૬૨૯૫ પર સંપર્ક કર્યો હતો. અમે તેમને ફોન કરીને પૂછ્યું કે પરેશભાઈ તમારા લેકઝોનમાં જ બોટ પલ્ટી છે. ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે, હા ઘટના મારે ત્યાં જ બની છે. ત્યારે હવે, પ્રશ્ન એ થાય છે કે, જાે પરેશ શાહ જાતે જ સ્વીકારે છે કે, લેકઝોનના સંચાલકોમાં તેઓ જ મુખ્ય છે તો પછી તેમની સામે પગલાં ક્યારે લેવાશે.