ગાંધીનગર, ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કોરોનાની મહામારીમાં લોકોને માહિતી આપવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાંત તબીબોએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોરોનાની મહામારી અંગે અનેક મહત્વની માહિતી આપવામાં આવી હતી. જેમાં કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ જણાવ્યું હતું કે, રેમડેસિવિરથી કોરોનાના દર્દીઓનો જીવ બચાવી શકાય નહીં. આ રેમડેસિવિર કોઈ રામબાણ ઈલાજ નથી. જાે કે આ સાથે કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં કોરોનાની સારવાર માટે બે નવી દવાઓને સામેલ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારની કૉવિડ-૧૯ માટે તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. જેમાં કોરોનાના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અંગે વાત કરી હતી. રાજ્યમાં કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં નવી બે દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી બે દવાઓમાં ફેવિપિરાવિર અને આઈવર મેક્ટિન નામની બે દવાઓ છે. આ પ્રસંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની બીમારીમાં ઓક્સિજનની ઉણપ થાય ત્યારે તે ફેફસાને અસર કરે છે. તેની ફેફસાના નીચેના ભાગમાં વધુ અસર જાેવા મળે છે. આ સંજાેગોમાં કોરોનાની સારવાર માટે પેટ પર ઊંધા સૂવાનો સરળ ઉપાય દર્શાવ્યો હતો. ડૉ. તુષાર પટેલે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે, રાજ્યમાં પ્રવર્તમાન સંજાેગોમાં કોરોનાની સારવાર માટે બેડની અછત છે. એટલું જ નહી, તમામ હોસ્પિટલો પાસે પણ આઈસીયૂ બેડ પણ લિમિટેડ સંખ્યામાં છે. દુનિયાનું એક પણ રિસર્ચ એવું નથી કહેતું કે રેમડિસીવિર ઇન્જેક્શન કોવિડ માટે હંમેશા જરૂરી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોનાની સર્વરમાં જેટલા પ્રમાણમાં યોગા અને પ્રાણાયામ કરશો તે તમારા ફેફસાંની ક્ષમતામાં વધારો કરશે.કોવિડ ટાસ્ક ફોર્સના ડૉ.વિજય શાહે જણાવ્યું હતું કે, દર્દીએ જાતે દોડવાની જરૂર નથી. ડોક્ટરને સારવાર કરવા દો. તેમણે કહ્યું હતું કે, આ બીજાે વેવ છે, જાે ત્રીજાે વેવ ન લાવવો હોય તો તમામ નાગરિકોએ પોતાનો સહયોગ આપવો પડશે. ગુજરાતમાં ત્રીજાે વેવ ન આવે તે માટે આપણે પ્રયાસ કરી રહ્યાં છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે ત્યારે રાજ્યમાં લૉકડાઉન કોઈ વિકલ્પ નથી.જયારે ડૉ. આર.કે. પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના ૮૦ ટકા કેસમાં ઘરે આરામ કરવાથી તેમજ પુષ્કળ પાણી પીવાથી અને જરૂરી દવાઓ નિયમિત લેવાથી ઝડપથી સ્વસ્થ્ય થઈ જવાય છે.