વડોદરા,તા.૨૨

આજે વિશ્વજળ દિવસ છે પરંતુ નિષ્ફળ રહ્યું છે.નવાપુરા વિસ્તારમાં તેમજ રાજમહેલ રોડ દાંડિયા બજાર જેવા વિસ્તારોમાં દુષિત અને ઓછા પ્રેસરથી પાળતી મળતા પાણીન નિષ્ફળ સહ્યાની રજૂઆત કરઈ છે વો.ર્ડ નં-૧૩ કાઉન્સિલર બાળુ સુર્વેએ રજુઆત કરતા જણાવ્યું હતું કે દર એક-બે દિવસો છોડીને અલગ અલગ વિસ્તારમાં પીવાનું પાણી ડ્રેનેજ મિશ્રીત આવે છે. આજે પણ નવાપુરા અન્સારી મહોલ્લો, ભાટ ફળિયા, ગોદડીયાવાસ લતા નં.૧-૨, મહેબુબપુરા, ભાથુજી મહોલ્લો, ખારવાવાડસ, મુસ્લિમ મહોલ્લો, રબારીવાડ, મરાઠી મહોલ્લો, જેવા વિસ્તારોમાં પણ દંગા પાણીની તથા હાથી પોળ, ગુંદા ફળિયા, દાંડીયાબજાર, શંકર ટેકરી, રાજમહેલ રોડ, રાધાક્રિષ્ણની પોળ નં.૧-૨, લાલકોર્ટ પાસેના તમામ વિસ્તારોમાં પીવાનું પાણી ખુબ જ પ્રેસરથી આવવાની ફરિયાદો છે. આમ છેલ્લા ઘણા મહિલનાઓથી તેનો કાયમી નિકાલ નહીં થવાના લીધે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી સત્વરે પીવાના ગંદા પાણી અને લો પ્રેસરની સમસ્યાના નિરાકરણ લાવવામાં નહીં આવે અને મારા વિસ્તારના નાગરિકોને પડતી અવગડતા દૂર નહીં કરવામાં આવે તો અમારે નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.