ન્યુ દિલ્હી,તા.૨૦ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કાન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના વર્ચુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, મધ્યપ્રદેસના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે ઓડિસાના સીએમ નવીન પટનાયકના પ્રતિનિધ પ્રતાપ જૈના હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ લદ્દાખમાં શહીદ થયેલ જવાનોને યાદ કરતા કÌšં કે આ બહાદુરી બિહાર રેજિમેન્ટની છે. દરેક બિહારીને આનો ગર્વ થવો જાઈએ. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી મજૂરો સાથે પણ વીડિયો કોન્ફÂર્ન્સંગના માધ્યમથી વાતચીત કરી. જ્યાં તેમણે તેવા પ્રવાસી મજૂર જે પાછા કામ પર બીજા રાજ્યોમાં જવા નથી માંગતા તેમને ગરીબ રોજગાર ગેરંટી યોજના હેઠળ મધમાખી પાલન જેવા રોજગાર માટે સૂચન કર્યું.

પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે આજે ગરીબ કલ્યાણ માટે મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે શ્રમિક પરિવારો પોતાના ગામે પરત ફર્યા છે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે આ યોજના મદદરૂપ થશે. આ અભિયાનથી શ્રમિકો અને કારીગરોને પોતાના ઘરની પાસે જ કામ આપવામાં આવશે. જે લોકો હાલ મહેનતથી શહેરોને આગળ વધાર્યા હતા તે હવે પોતાના ગામ અને વિસ્તારને આગળ વધારવામાં મદદરૂપ થશે.

સાથે વડાપ્રધાને શ્રમિકોને કÌšં કે અમે ગરીબોના સ્વાભિમાનને સમજીએ છીએ. તેમણે કÌšં કે તમે શ્રમેવ જયતે એટલે કે શ્રમની પૂજા કરનાર લોકો છો. તમને કામ અને રોજગાર જાઇએ છે તો તમને મળશે.

• પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં જ રોજગારી આપવાનો યોજનાનો હેતુ • છ રાજ્યો ઃ ઉત્તપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાનો પણ સમાવેશ • ૧૧૬ જિલ્લામાં લાગુ થશે • જે જિલ્લાઓમાં પ્રવાસી મજૂરોની સંખ્યા ૨૫ હજારથી વધુ • મજૂરોને ૧૨૫ દિવસનુ કામ મળશે • ૫૦ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે