વડોેદરા  : યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક અને પરમાધ્યક્ષ પૂજ્ય હરિપ્રસાદનું સોમવારના મોડી રાત્રે અક્ષરધામ ગમન થયું હતું. જેને લઇ દેશ વિદેશમાં વસતા લાખો અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. લાંબા સમયથી કીડનીની બિમારીના કારણે એમની સારવાર ચાલી રહી હતી. સોમવારે સાંજે તબીયત વધુ લથડતા ભાઇલાલ અમીન હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતાં. જ્યાં છેલ્લી ઘડીના તબીબોના પ્રયાસો છતા યોગી મહારાજના પરમ શીષ્ય હરિપ્રસાદ સ્વામીને બચાવી શકાયા ન હતાં. જાેકે સોશ્યલ મિડિયા ઉપર સ્વામીજીના અવસાનના સમાચાર ૯ ઃ ૩૦ વાગે ફરતા થયા હતાં. પરંતુ યોગી ડીવાઇન સોસાયટીએ ૧૧ વાગે સત્તાવાર જાહેરાત કરી હતી.

સ્વામીજીના અક્ષરધામના સમાચારના પગલે મોડી રાતથી જ સત્સંગીઓ ભાઇલાલ અમીન હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતાં. જ્યા આખી રાત કેટલાક ભક્તો એમના અંતિમ દર્શન માટે શીસ્ત બધ્ધ કતારોમાં ઉભા રહ્યા હતાં. પ્રથમ હોસ્પિટલના કોલ્ડરૂમાં એમના નશ્વર દેહને મુકાયા બાદ સોખડા ખાતે મંદિરે લઇ જવાની તૈયારીઓ આરંભાઇ હતી. સવારથી જ હોસ્પિટલ બહાર એકઠા થયેલા હજારો અનુયાયીઓને સંતોએ કતાર બધ્ધ રીતે માર્ગની બાજુમાં ઉભા રહેવા વિનંતી કરતા જાેત જાેતામાં ગોરવાથી લઇ ગેંડા સર્કલ, નિઝામપુરાથી માંડી છાણી જકાતનાકાની બહાર છેક હાઇ-વે સુધી માર્ગની બાજુમાં સત્સંગીઓ ગોઠવાય ગયા હતાં. અને પોલીસ બંદોબસ્ત સાથે નિકળેલા કાફલામાં સ્વામીજીના અંતિમ દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહી અધીરા બન્યા હતાં. અને ફુલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં એમનો દેહ જાેઇ સત્સંગીઓ ભાવ વિભોર બની રડી પડ્યા હતાં.

સોખડા મંદિરે પણ મેઇન ગેટથી લઇ મંદિર સુધીના માર્ગ ઉપર લાલ ગુલાબો પાથરી દેવાયા હતાં. અને મંદિરના ગેટની બહાર પણ ભેગા થયેલા સત્સંગીઓ એમ્બ્યુલન્સને જાેઇ રડી પડ્યા હતાં. અને કેટલાક ભક્તો કલ્યાંત પણ કરતા નજરે પડ્યા હતાં. સ્વામીજીના દેહને મંદિરની બહાર એમ્બ્યુલન્સમાંથી ઉતારી મર્સિડીઝ બેન્જ ઉપર ખાસ તૈયાર કરેલી પારદર્શક ગાડીમાં મુકી મંદિરની પ્રદક્ષીણા કરાવી હતી. એ સમયે સંપ્રદાયના સંતોની આખો પણ ભીની થઇ ગઇ હતી.

હરિધામ સોખડાના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસે જણાવ્યું છે કે, સ્વામીજીની અંતિમ ક્રિયા સોખડા ખાતે ૧લી ઓગસ્ટે બપોરે ૨.૩૦ કલાકે કરવામાં આવશે. પાંચ દિવસ સુધી જુદાજુદા વિસ્તારોના સત્સંગીઓ વારા ફરતી સ્વામીજીના અંતિમ દર્શન કરી શકશે. આ દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનનું પાલન ચુસ્ત પણે કરાશે. માસ્ક વગર મંદિર પરિસરમાં કોઇને પણ પ્રવેશ અપાશે નહીં.

સ્વામીજીના અક્ષરદેહની અંતિમ વિધી મંદિરના પ્રાગણમાં ગેટની સામે જ આવેલા લીમડાવનમાં કરાશે એ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. હરી પ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ કક્ષામાં એ દરમિયાન રાખવામાં આવશે. પાંચ દિવસ સુધી અંતિમ દર્શન દરમિયાન એક સાથે ભીડ એકઠી ના થાય એ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને સંતો દ્વારા સત્સંગીઓને વીનિંતી કરી એમના ક્ષેત્ર પ્રમાણે વારાની રાહ જાેવા વિનંતી કરવામાં આવી છે. જાેકે છેક દિલ્હીથી માંડી ગાંધીનગર સુધીના ઉચ્ચ રાજકરણીઓ, નેતાઓ અને કેટલાક રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાંસદો ધારાસભ્યો પણ અંતિમ દર્શને આવવાની શક્તાઓ હોવાથી યોગી ડિવાઇન સોસાયટી દ્વારા વી.વી.આઇ.પી.ઓ માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અંતિમ દર્શન માટેની વ્યવસ્થા

તારીખ દર્શનનો સમય પ્રદેશ

તા.૨૭ હરિધામ પરીવાર

તા.૨૮ સવારે ૮ થી ૧૨ઃ૦૦ કૃષ્ણજી પ્રદેશ

  જ્ઞાનયજ્ઞ પ્રદેશ

  સેવાયજ્ઞ પ્રદેશ

 સવારે ૧૨ થી ૪ઃ૦૦ પુરષોત્તમ પ્રદેશ

  સર્વાતીત પ્રદેશ

  જાગાસ્વામી પ્રદેશ

  અક્ષર પ્રદેશ

 સવારે ૪ઃ૦૦ થી ૮ઃ૦૦ આત્મીય પ્રદેશ

  યોગીસૌરભ પ્રદેશ

  ભગતજી પ્રદેશ

તા.૨૯ સવારે ૮ થી ૧૨ઃ૦૦ ઘનશ્યામ પ્રદેશ

  સંતસૌરભ પ્રદેશ

  સહજાનંદ પ્રદેશ

  બેંગ્લોર મંડળ-દ. ભારત

 સવારે ૧૨ થી ૪ઃ૦૦ શ્રી હરી પ્રદેશ

તારીખ દર્શનનો સમય પ્રદેશ સુનૃત પ્રદેશ

  ધર્મભક્તિ પ્રદેશ

  નારાયણ પ્રદેશ

  યોગીજી પ્રદેશ

 સવારે ૪ઃ૦૦ થી ૮ઃ૦૦ સનાતન પ્રદેશ

તા.૩૦ સવારે ૮ થી ૧૨ઃ૦૦ સુહ્યદ પ્રદેશ

  હરિવંદન પ્રદેશ

  ગોપાળાનંદ પ્રદેશ

  હરિકૃષ્ણ પ્રદેશ

  નીલકંઠ પ્રદેશ

 સવારે ૧૨ થી ૮ઃ૦૦ નિર્ગુણ પ્રદેશ

  ગુણાતીત પ્રદેશ

  ભૂલકું પ્રદેશ

  શ્રીજી મહારાજ પ્રદેશ

  પંજાબ મંડળ

મુખ્યમંત્રી તેમજ સાંસદ રંજનબેન ભટ્ટે ટિ્‌વટ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

હરિધામ સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પુજ્ય હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ નિવાસી થયા હોવાના સમાચાર સાંભળીને મુખ્યમંત્રી વિજ્ય રુપાણી દ્વારો ટિ્‌વટર પર ટિ્‌વટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પણ દાસના દાસ અંનતની સફરે પ્રયાણ હોવાની ટિ્‌વટ ટિ્‌વટર પર કરીને શોક વ્યકત કર્યો હતો.

યોગી મહારાજના આર્શિવાદથી સોખડા મંદિર બન્યું

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરૂષોતમ યુગલ ઉપાસનના પ્રવર્તન માટે સોખડામાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થાય તેવો સંકલ્પ કરેલો જમીન પસંદ થઇ ગઇ પણ કોઇ કારણસર તે વખતે તે શક્ય ના બન્યું વર્ષાે પછી સોખડાના કેટલાક ભક્તો ગઢડા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના દર્શન કરવા ગયેલા ઘેલાના પટમાં બેઠા હતાં ત્યારે ગઢડાના ભવ્ય મંદિર સામે જાેતા જાેતા ભક્તોએ યોગી મહારાજને પ્રાર્થના કરી બાપા આવું ભવ્ય મંદિર સોખડામાં થાય એવી કૃપા કરોને. હરિપ્રસાદ સ્વામીજી તે વખતે પ્રભુદાસભાઇ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતાં. બાપાએ તેમને નજીક બોલાવ્યા ને ખોળામાં માથુ લઇ આશીર્વાદ આપ્યા જાવ સોખડામાં ત્રણ શિખરનું ભવ્ય મંદિર થશે આમ પ્રાર્થના કરી સોખડાના ભક્તોએ અને બાપાએ આર્શીવાદ આપ્યા પ્રભુદાસભાઇને સોખડાનું ભવ્ય હરિધામ મંદિર શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અને યોગીજી મહારાજના આશીર્વાદને તાદ્રશ્ય કરે છે.

આ મારો અંતિમ આત્મીય મહોત્સવ હશે

આ મારો છેલ્લો આત્મીય મહોત્સવ હશે હવેના આત્મીય સમારોહમાં હુ નહીં હોઉ એમ પૂજ્ય હરિપ્રસાદે શહેર નજીક પાંજરા પોળ ખાતે યોજાયેલા મહોત્સવમાં બધાની સામે આ વાત ઉચ્ચારી હતી. ત્યારે સત્સંગીઓને શુ પ્રતિક્રિયા આપવી એવી ખબર ન હોતી પડી પરંતુ સ્વામીજી જાણે એમનું ભવિષ્ય જાેઇ શકતા હોય એમ કરેલી જાહેરાત સાચી પડી હોવાનું શહેર નજીકના જાંબુવા ગામના અગ્રણી અને બિલ્ડર સંજય પટેલે ભાવ વિભોર થઇ જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે અમારા ગામમાંથી ૧૨ યુવાનો સોખડા સંપ્રદાયમાં સંતો બન્યા છે એનું અમને ગર્વ છે. પરંતુ સ્વામીજીના અક્ષરધામ ગામનથી નોંધારા બની ગયા છે.

આસોજ ગામમાં હરિપ્રસાદ સ્વામી જન્મયા હતા

પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું પ્રાગટ્ય ૨૩ મેં ૧૯૩૪ના રોજ વડોદરા જિલ્લાના આસોજ ખાતે થયું હતું. ગોપાળદાસ પટેલ અને કાશીબાના તેઓ પુત્ર હતાં. તેમનું પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઇ હતું. ઇ.સ.૧૯૫૫ થી ૧૯૬૫ એમ દશ વર્ષ સુધી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. પાંચ બહેનોના એક જ ભાઇ એવા પ્રભુદાસભાઇને ગુરૂહરિ યોગીજી મહારાજે ઇ.સ.૧૯૬૫ની એટલે કે સંવત ૨૦૨૧ની વિજ્યા દસમી (દશેરા)ના મંગલદિને પાર્ષદી અને શરદપૂનમે ભાગવતી દીક્ષા આપીને હરિપ્રસાદ સ્વામી નામ આપ્યું.

વિદેશી ભક્તો પણ પહેલી ઓગસ્ટ સુધી પહોંચી આવવા માટે નીકળ્યાં

સોખડા હરીધામ મંદિર અને યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન થતા વિશ્વભરના તમામ ભક્તો શોક મગ્ન બન્યા હતા. જેથી અમુક વિદેશી ભક્તો પણ પહેલી ઓગસ્ટના રોજ અંતિમ સંસ્કારની વિધીમાં તેમજ અંતિમ દર્શનાર્થે પહોંચી શકે તે માટે રવાના થયાં છે. આ બાબતે વાત કરતા પ્રકાશભાઈ પટેલ જણાવે છે કે, “તે વિદેશ ખાતે વસવાટ કરેછે અને પૂજ્યશ્રીના ભક્ત પણ હોવાથી તે વિદેશથી પરત સોખડા ખાતે આવવા ંમાટે રવાના થયા છે.”