વાંસદા. વાંસદા તાલુકામાં શેરડી કાપવા માટે રાજ્યના વિવિધ મજૂરી અર્થે આવતા શ્રમિક પરિવારોના બાળકોના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં તાલુકાનું સંલગ્ન વિભાગ વામણું પુરવાર થઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે.સરકાર દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચીત નહીં રહી જાય એ હેતુસર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.  

સરકાર દ્વારા આવા શ્રમિક મજૂર પરિવારના બાળકોને અભ્યાસ માટે યોજના અમલમાં મૂકી છે.પરંતુ આ યોજના નો ચાલુ વર્ષે કોઈ પણ રીતે અમલ થયો નથી કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ છે જેમાં સરકાર ડિજિટલ યુગની અંદર ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ હાલ ગામડે ગામડે ઓનલાઇન શિક્ષણનો વ્યાપ પણ વધી રહ્યો છે.અને બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે તો શિક્ષકો ગામમાં મહોલ્લામાં જઇ શિક્ષણ માટે આયોજન કરે છે. પણ શ્રમિક પરિવારોના પડાવની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે, અહીં મોટાભાગના વાલીઓ પાસે સ્માર્ટ ફોનનો અભાવ છે. શ્રમિક પરિવારો પાસે સ્માર્ટફોન ન હોવાથી બાળકો ઓનલાઇન શિક્ષણ કથળ્યું જેમાં ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટ જાેઇએ. હાલની પરિસ્થિતિ જાેતા એવું લાગે છે કે, આવુંને આવું શિક્ષણ ચાલશે તો આવનાર પેઢીનું ભવિષ્ય કંઇ છે નહીં. શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો શિક્ષણ આગળ વધે પરંતુ શેરડી કાપણી માટે શ્રમિક પરિવારોના બાળકોને પણ શિક્ષણથી અળગા રહેવાનો વારો આવ્યો છે. શેરડી કાપણી માટે આવતા મજૂર પડાવો પરના પરિવારો ના બાળકો હોય કે ઈંટ ના ભઠ્ઠા પર કામ કરતા મજૂર પરિવારના બાળકો હોય હજી આ બાળકો માટે શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા જ ઉભી નહીં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.