નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પ્રથમ સમીક્ષા બેઠક કરશે. તે પછી તે બાલાસોર, ભદ્રક અને પૂર્વ મેદનીપુરની હવાઈ પ્રવાસ કરશે.આ પછી પશ્ચિમ બંગાળના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરશે.ઝારખંડમાં તોફાનથી આઠ લાખ લોકો પ્રભાવિત થયા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા એ ગુરુવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યની મુલાકાત લેવા આવશે, ત્યારે તેઓ ચક્રવાત 'યાસ' દ્વારા સર્જાયેલા વિનાશની સમીક્ષા કરવા તેમની સાથે બેઠક કરશે. બેનર્જીએ જણાવ્યું હતું કે, આ બેઠક શુક્રવારે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના કલાઇકુંડા ખાતે યોજાશે.

રાજ્ય સચિવાલયમાં પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના તોફાન પ્રભાવિત વિસ્તારોનો સર્વે કર્યા પછી અહીં આવશે. તે દીઘા થઈને કલાઇકુંડા આવશે અને ત્યાંથી જ દિલ્હી જશે. વડાપ્રધાન મારી સાથે કલાઇકુંડામાં સમીક્ષા બેઠક કરશે.

ચક્રવાતના કારણે ઓડિશામાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો છે કે, આ કુદરતી આફતના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકોને અસર થઈ છે. 'તૌકાતે' પછી એક અઠવાડિયા પછી દેશના કાંઠે અથડાનારુ યાસ બીજું ચક્રવાત તોફાન છે.