અમદવાદ-

ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની એવા અહેમદ પટેલનું નિધન થયું છે. આ સમાચારથી તેમના પૈતૃક ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. તેમણે વહેલી સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલની દફન વિધિની તૈયારીઓ તેમના પૈતૃક ગામમાં શરુ કરવામાં આવી છે. કારણ કે તેમની ઈચ્છા હતી કે તેમની દફનવિધિ પણ તેમના માતાપિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જો કે અહેમદ પટેલના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવશે કે કેમ તે અંગે હજુ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમની દફનવિધિ અંગે મહત્વની જાણકારી સામે આવી છે. તેમના અવસાન બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે તેમની અંતિમવિધિ કોરોનાના પ્રોટોકોલ અનુસાર દિલ્હીમાં જ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના માતાપિતાની કબર પાસે જ દફનાવવામાં આવે પરંતુ હવે કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેમના મૃતદેહને તેમના પૈતૃક ગામમાં લઈ જવામાં આવશે નહીં અને દિલ્હીમાં જ ગાઈડલાઈન અનુસાર તેમની દફનવિધિ કરવામાં આવશે,.