ડભોઇ,તા.૩૦.

ડભોઇ અર્બન હેલ્થ સેન્ટર અને રેફરલ હોસ્પિટલ સહિત ભારતીય જનતા પાર્ટીના સાયુક્ત ઉપક્રમે રશીકરણ જાગૃતી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર ૧૦૦% રશીકરણ કરી દેશ ને કોરોના મુક્ત બનાવા ના અભિયાન અંતર્ગત ડભોઇ ૭૦% રશીકરણ પૂર્ણ થયું છે. ત્યારે વધુલોકો રશી મુકાવી ડભોઇ નગર ને ૧૦૦% રશિકરન બનાવી તેવી અભ્યર્થના સાથે રશીકરણ જાગૃતી રેલી અર્બન હેલ્થ સેન્ટર રેલ્વે સેન્ટર થી નિકળી ડભોઇ ના રાજમાર્ગો ઉપર ફરી હતી.દેશ ૧૦૦% રશીકરણ પૂર્ણ કરી લે તે માટે તમામ આરોગ્ય કેન્દ્રોને જાગૃતી ના પ્રયાસ હાથ ધરવા સૂચના અપાઈ છે. તેવામાં આજ રોજ ડભોઇ અર્બન હેલ્થ સેન્ટર, રેફરલ હોસ્પિટલ અને બી.જે.પી.સંઘના ઉપક્રમે રશીકરન જાગૃતી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઇ મા અત્યાર સુધી ૩૦૨૬૫ પ્રથમ ડોઝ રશીના અને ૧૫૪૪૫ બીજા ડોઝ સાથે ૭૦% રશીકરણ પૂર્ણ થઈ ગયું છે સાથેજ ૧૦૦% રશીકરણ થાય તે અભ્યર્થના સાથે ડો.ગુડીયારાની સિંહા, ડો.હરીશ યાદવ, ડો.ધ્રષ્ટી શાહ, ડો.ધારા ગાંધી, અને ડો.મુસતુફા સહિત અર્બન હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત વડોદરા જીલા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નિલેષભાઈ પુરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, પાલીકા પ્રમુખ કાજલબેન દુલાની સહિત અમિતભાઈ સોલંકી, ડો.સંદીપ શાહ નાઓ દ્વારા રેલ્વે સ્ટેશન થી રેલી યોજી ડભોઇ નગર ના વિવિધ બજારો માં ફરી લોકો માં રશીકરણ માટે જાગૃતી લાવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.