લુણાવાડા,  મહીસાગર જિલ્લા ના કડાણા ડેમ મહીંસાાગર નદીમાંથી ગુજરાત સરકાર દ્ધારા ઉત્તર ગુજરાત અમદાવાદ સુધીના ખેડૂતો ને સિંચાઈ નું પાણી મળે તેમજ કહેવાય ગામોમાં પીવાના પાણી નો સ્ત્રોત મળી રહે તે ઉમદા હેતુથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ યોજના અમલમાં મૂકી હતી. અંદાજે ૨૦ વર્ષ પેહલા અમલમાં મુકાયેલી આ યોજના મા કેટલાક ખેડૂતો એ પોતાની માતૃભૂમિ જમીન ગુમાવી હતી જેમાં વળતર પેટે ગુજરાત સરકારે આપેલું વળતર ઓછું હોવાથી આ યોજનાના પ્રમાણે ખેડૂતો ને સારુ વળતર આપવાની લાલચ આપીને ગોધરાના વકીલ જીતુભાઇ રાવળ અને લુણાવાડા ના વકીલ સ્વ જયંતીભાઈ પટેલ દ્વારા કેટલાય ખેડૂતોને કોર્ટમાં વળતર માટે અરજી કરાવેલ હતી જે વળતર હોવાના સભ્યો નામદાર કોર્ટ દ્ધારા ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે કર્યા હતા જેમાં નામદાર કોર્ટે ખેડૂતો ને ગુમાવેલ જમીનનું ખુબજ સારુ વળતર આપવા હુકમ કરેલ હતો જે વળતર ના નાણાં મેળવવા માટે વકીલોએ દાવો કરનાર ખેડૂતો ના લુણાવાડા ની એક્સિસ બેન્ક અને યુનિયન બેંકમાં ખાતા ખોલાવ્યા હતા જેની ચેક બુક વકીલોએ બેંકો જાેડે મીલીભગત કરી બારોબાર મેળવી લીધી હતી તેમજ આ ખાતામાં વળતર ના ચેકો જમા કારવીને ખેડૂતોને પોતાની ઓફિસે બોલાવીને ચેકોમાં સહીઓ મેળવી બેન્કોમાંથી બારોબાર રૂપિયા ઉપાડીને ફી પેટે ૩૫ થી ૪૫ ટકા રકમ કાઢી લીધેલ હતી વકીલો દ્ધારા કેટલાય અભણ ખેડૂતો કે જેઓ અંગુઠો જ કરતા હોય છે તેમના નામોની બનાવટી સહીઓ કરાવડાવી ને બેન્કોમાંથી અભણ ખેડૂતોના નામની ચેક બુકો ઇસ્યુ કરાવડાવી હતી તેથી અભણ વ્યક્તિ ના નામની સહી કરાવડાવી તેમના ખાતા માંથી પણ પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા કડાણા અને ખાનપુર તાલુકાના અંદાજે ૨૩ જેટલા ખેડૂતોએ પોતાની સાથે વકીલો દ્ધારા કરવામાં આવેલી છેતરપિંડી અંગેનું સોગંધનામાં કરીને પોતાની સાથે કરાયેલ છેતરપિંડી નો બનાવ જાહેર કરતા આ અંગેની એક વિગતવાર ફરિયાદ ૨૩ જેટલા ખેડૂતો ના સોગંધનામા સાથે ડિટવાસ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે અને વકીલોએ કરેલ ગુન્હો નોંધવાની રજૂઆત કરાયેલ છે.