અમરેલી સૌરાષ્ટ્રનાં જુદા જુદા યાર્ડમાં લસણની કિંમતમાં સુધારો જાેવા મળ્યો છે. એક સપ્તાહમાં ભાવમાં સરેરાશ વધારો થયો છે. સપ્તાહમાં સરેરાશ ૧૦૦ રૂપિયાથી ૨૦૦ સુધીનો વધારો થયો છે. રાજકોટ યાર્ડમાં લસણનો ભાવ ૫૦૦૦થી ૬૫૦૦ રૂપિયા, ગોંડલ યાર્ડમાં ૩૯૯૨ થી ૮૬૪૧ રૂપિયા અને જામનગર યાર્ડમાં ૬૭૦૦ રૂપિયા સુધી ભાવ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યાં છે. લસણના ભાવમાં સુધારો જાેવા મળ્યો છે.અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે. લસણનું વાવેતર થકી ખેડૂત સારું ઉત્પાદન મેળવે છે. લસણનો ભાવ હાલ ૧૦૦થી ૨૦૦ રૂપિયાનો સુધારો જાેવા મળ્યો છે.લસણની બજારમાં મંદીનો દોર અટક્યો છે અને ભાવમાં ૧૮૦ રૂપિયથી ૨૦૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. ગુજરાતમાં થોડા આવક વધતી અટકી છે અને રાજસ્થાન, એમપીમાં પણ લસણની આવકમાં ઘટાડો થયો હોવાથી આંશિક ભાવમાં વધારો થયો છે. લસણની બજારમાં સુધારો આગળ વધી રહ્યો છે.લસણની થોડી ઘટ હોવાથી બજારમાં માંગ સારી રહી છે.