હિંમતનગર-

સમગ્ર દેશમાં કેટલા કિસાન સંગઠન દ્વારા છેલ્લા કેટલાક સમયથી દિલ્હી ખાતે કૃષિ વિવેક રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ઇડર તેમજ હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ૨૫થી વધારે કાર્યકર્તાઓની થવા પામી છે. તેમજ કાયદાના બિલની કોપીને જાહેર રસ્તા ઉપર સળગાવી વિરોધ કરતાં સાબરકાંઠા જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી હતી તેમ જ તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતાં.

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવિધ વિરોધાભાસ વચ્ચે કૃષિ સંગઠનોના સમર્થનમાં આજથી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે જે અંતર્ગત હિંમતનગર ખાતે કોંગ્રેસ દ્વારા ભારત સરકારનો વિરોધ કરાયો હતો. તેમજ નવીન કૃષિ સુધારા રદ કરવાની માગ સાથે સૂત્રોચાર કરાયા હતાં. સાથોસાથ કૃષિ સુધારો ન કરવા તેમજ કૃષિ બિલને સંપૂર્ણપણે રદ કરવાની માગ કરાઇ છે. તેમ જ કૃષિ બિલની કોપીને જાહેર રસ્તા ઉપર સળગાવી વિરોધ કર્યો હતો.સમગ્ર ભારતમાં કેટલાક કિસાન સંગઠન દ્વારા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ઇડર તેમ જ હિંમતનગરમાં કૃષિ સુધારા વિધેયકનો વિરોધ કરી તેની જાહેર રસ્તા ઉપર હોળી કરતા જિલ્લા પોલીસે ૨૫થી વધારે કાર્યકર્તાઓને અટકાયત કરી છે.