વડોદરા, તા.૧

વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની નિમર્મ હત્યાના બનાવમાં હત્યારાઓને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવાની માંગ સાથે લોહાણા સમાજના અગ્રણીઓએ ગુજરાત વિધાનસબાના દંડક, ધારાસભ્યોની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે ગયેલા સમસ્ત લોહાણા સમાજના આગેવાનોએ દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચૈતન્ય દેસાઈ સાથે ગૃહમંત્રીને કરેલી રજીઆતમાં કહ્યું હતું કે હત્યાના ગુનામાં પાર્થ બાબુલ પરીખ, વાસીક ઉર્ફે સાહીલ ઈકબાલ અજમેરી અને વિકાસ પરસોત્તમ લોહાણાની ધરપકડ કરી છે. આરોપીઓને સચીન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને બેરહીમી અને નિર્દય રીતે માર માર્યો હતો. જેમાં સચિન ઠક્કરનું મૃત્યુ થયું છે. આ ઘટના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પણ ગંભીર ગણી શકાય ત્યારે આ ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને કાયદાની જાેગવાઈ મુજબ દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી છે.

રજૂઆતમાં એમ પણ કહ્યું છે કે આરોપી પાર્થના પિતા બાબુલ પરીખ પણ ગુનાહીત ભૂતકાળ ધરાવે છે. આરોપી પાર્થ સહિત તમામ આરોપીઓ પણ માથાભારે છે અને પોલીસ ખાતામાં તેમની ભારે વગ છે. જેથી આ ગુનાની તટસ્થ તપાસ કરી આરોપીઓને સખત સજાની માંગણી કરી છે.