વડોદરા.તા-૧૯

તૌકતે વાવાઝોડાએ શહેરમાં પણ ખાનાખરાવી સર્જી છે.આ વાવાઝોડાને કારણે અસંખ્ય લોકો ફસાઇ ગયા હતા.આ લોકોની વ્હારે પોલીસ આવી હતી.અને લોકોને સલામત સ્થળે લઇ જવા સાથે જમાવની પણ વ્યવસ્થા કરી હતી.સયાજીગંજ પોલીસે વાવાઝોડામાં ફસાયેલા પરપ્રાંંતિય ૨૦૦ મુસાફરોને તેમજ એસટી ડેપોના ડ્રાયવર અને કંડકટરને ભોજનની સુવિદ્યા ઉપલબ્ધ કરી આપી હતી.પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાથે પોલીસની માનવતાવાદી કામગીરીને લોકોએ સરાહી હતી.

તૌકતે વાવાઝોડને કારણે શહેર ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો.આ વાવાઝોડમાં મૂશળદાર વરસાદે પરિસ્થિત વધુ વિકટ બનાવી હતી.આ વાવાઝોડાને પગલે એસ ટી ડેપો દ્વારા બહારના રુટ રદ કરી દેતા મુસાફરો અટવાયા હતા.જેથી સયાજીગંજ પોલીસ આ મુસાફરોની વ્હારે આવી હતી.સયાજીગંજ પોલીસ મથકના પીઆઇ વી બી આલના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ તંત્રનો સર્વેલન્સ સ્કોડ તેમજ શી ટીમ દ્વારા માનવતાવાદી વલણ દાખવીને મુસાફરોને સલામત સ્થળે ખસેડવા સાથે ૨૦૦ જેટલા મુસાફરો માટે જમવાની તાત્કાલિક વ્યવસ્થા કરી હતી.આ સાથે બસના રુટ રદ થવાથી અટવાયેલા ડ્રાયવર અને કંડકટર માટે પણ ભોજનની વ્યવસ્થા કરી હતી.પોલીસની કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાથે માનવતાવાદી નીતિને કારણે મુસાફરો તેમજ ડ્રાયવર કંડકટર દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો.પોલીસ કે જે લોકોની જાનમાલની સુરક્ષા કરવા સાથે વાવાઝોડાની સ્થિતિમાં પણ પોતાની ફરજ પ્રત્યે વફાદાર રહીને ખડેપગે લોકો માટે હાજર રહેતા પોલીસ વિભાગની આ કામગીરી સરાહનીય રહી હતી.