ડભોઇ, ડભોઇ વેગા નજીક થી ગત રોજ બપોર ૧૨.૦૦ વાગ્યા ના સુમારે એક ઇજાગ્રસ્ત શાહુડીને ડભોઇ નેચર હેલ્ફ ગ્રૂપ દ્વારા રેસક્યું કરવામાં આવી હતી જે ઇજાગ્રસ્ત વધારે હોય તેને ડભોઇ વન વિભાગ ને સોપી તેને સારવાર મળે તે માટે જણાવેલ પરંતુ ડભોઇ વન વિભાગ દ્વારા ગત રોજ તેની યોગ્ય સારવાર ન થતાં આખરે સાઉડી નું મોત નીપજયું હતું. વન વિભાગ દ્વારા ડભોઇ તિલકવાડા તેમજ ડભોઇ વડોદરા રોડ ઉપર વાહનો ની અડફેટે આવી સંખ્યા બંધ વન્ય પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે. ડભોઇ પંથક માં રોડ અકસ્માત માં સંખ્યા બંધ વન્ય પ્રાણીઓ જીવ ગુમાવતાં હોય છે આ વન્ય પ્રાણીઓ ના રક્ષણ માટે ડભોઇ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય ગત રોજ બનેલ બનાવ માં ડભોઇ વેગા નજીક થી ફોન પર જાણ કરાતા ડભોઇ નેચર હેલ્પ ગ્રૂપ ના યુવાનો દ્વારા એક ઇજાગ્રસ્ત સાઉડી ને રેસક્યું કરવામાં આવી હતી અને વન વિભાગ ને સોપવામાં આવી હતી પણ વન વિભાગ ના અધીકારીઓ દ્વારા તેને સારવાર આપવાને બદલે વન વિભાગ માં જ રાત્રી ના મૂકી રાખી તેને સારવાર માટે કોઈ કાર્યવાહી કરી ન હતી જેને કારણે વહેલી સવારે સાઉડી નું મૃત્યુ થયું હતું.