વડોદરા, તા.૧

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના , ફેઝ - ૨ તથા સ્માર્ટસીટી અંતર્ગત ૨૭.૪ કરોડના ખર્ચે અકોટા – દાંડિયાબજાર બ્રીજ પર તૈયાર થયેલ રૂફ્ટોપ સોલાર પાવર પ્લાન્ટનું ઉર્જા મંત્રી સૌરભ પટેલે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ ,મેયર કેયુર રોકડીયા સહિતની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.૯૮૩ કિલોવોટની કેપેસિટી ધરાવતા આ રૂફ્ટોપ સોલાર પાવર પ્લાન્ટથી વાર્ષિક ૧૪ લાખ યુનિટ જેટલું વીજ ઉત્પાદન થશે જેથી વડોદરા મહાનગરપાલિકાને વાર્ષિક આશરે રૂપિયા ૭૯ લાખની બચત થશે .મંત્રી સૌરભ પટેલે પ્લાન્ટ સ્થળની મુલાકાત પણ લીધી હતી.

દાંડિયાબજાર ચાર રસ્તાથી અકોટા તરફ ના રોડ પર ૨૭.૪ કરોડના ખર્ચે રૂફ ટોપ સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલો આ રૂફટોપ સોલર પ્લાન્ટ આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સર સયાજી નગરગૃહમાંથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા વડોદરાને લોકાર્પણ કર્યું હતું.

આ રૂફટોપ સોલર પ્લાન્ટ ૯૮૨.૮ કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન ૩૯૩૦ યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં ૧૪.૩૪ લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ પાલિકાની વડી કચેરી બિલ્ડિંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલા રાજીવનગર સુએઝ પમ્પિંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પિંગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. જેથી વડોદરા મહાનગરપાલિકાને વર્ષે રૂપિયા ૭૯ લાખનો વીજળી

ખર્ચ બચી જશે.આગામી ૨૦ વર્ષ સુધી મેઇન્ટેનન્સ અને સર્વિસ રૂફ ટોપ સોલર પ્લાન્ટ તૈયાર કરનાર ઇજારદાર કરશે.આ રૂફ ટોપ સોલર ટનલ વીજળી ઉત્પન્ન કરવા સાથે શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે. પાલિકા દ્વારા આ સોલર ટનલમાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી છે. આ લાઇટીંગ શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર તહેવારોના દિવસોમાં ચાલુ કરવામાં આવશે.

( બોક્સ ) કોર્પોરેશનના કાર્યક્રમને પાર્ટીનો કાર્યક્રમ નહી કરવા અનુરોધ ખર્ચ બચી જશે.આગામી ૨૦ વર્ષ સુધી મેઇન્ટેનન્સ અને સર્વિસ રૂફ ટોપ સોલર પ્લાન્ટ તૈયાર કરનાર ઇજારદાર કરશે.આ રૂફ ટોપ સોલર ટનલ વીજળી ઉત્પન્ન કરવા સાથે શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે. પાલિકા દ્વારા આ સોલર ટનલમાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી છે. આ લાઇટીંગ શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર તહેવારોના દિવસોમાં ચાલુ કરવામાં આવશે.