સુરત-

ગઈરાત્રે કીમ-માંડવી રોડ પર પાલોદગામ પાસે ફૂટપાથ ઉપર સુતેલા કામદાર પરિવાર પર ડમ્પર ફરી જતા 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે આઠને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને કુલ મૃત્યુઆંક વધ્યો હતો. ઘટનાની જાણ થતાં વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. ડમ્પર ચાલક પકડાયો ત્યારે ચિકર દારૂના નશામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું.   આ દુર્ઘટનામાં એક યુવતી સહિત 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 6 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુરક્ષા ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સુરત સ્મીયર હોસ્પિટલમાં મોકલી આપી હતી, જ્યાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.