સુરત-

ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીની લાશને પીએમ અર્થે ખસેડી હતી જો કે ધોબીનું મોત ક્યાં કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવશે પરંતુ ધોબીની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે. મૂળ યુપીનો રહેવાસી અને હાલ ભટાર વિસ્તારમાં આવેલા અંબાનગરમાં દુકાનમાં ૪૦ વર્ષીય શિવકુમાર બદ્રીનાથ કનોજીયા રહેતો હતો. શિવકુમાર ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મંગળવારની રાત્રે અંદરથી લોક કરીને દુકાનમાં હતા. દરમિયાન સવારે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. મૃતક શિવકુમાર મૂળ યુપીનો રહેવાસી હતો. તેના બે પુત્ર, એક પુત્રી અને પત્ની વતનમાં છે. શિવકુમાર આ દુકાનમાં છેલ્લા 20 વર્ષથી રહી ધોબીનું કામ કરતા હતા. સુરતના ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. જો કે ધોબીનું મોત ક્યાં કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવશે. પરંતુ ધોબીનો મૃતદેહ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઈસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.