ચેન્નેઇ-

સુપરસ્ટાર રજનીકાંત તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના પક્ષનુ નિર્માણ કરશે. રજનીકાંતે ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે તેઓ જાન્યુઆરીમાં તેમનો રાજકીય પક્ષ બનાવશે અને સંબંધિત જાહેરાત 2020 ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ પહેલા રજનીકાંતે પણ 31 ડિસેમ્બર (2017) ના રોજ પોતાની રાજકીય સફરની શરૂઆતની ઘોષણા કરી હતી.

રજનીકાંતના પ્રવક્તા રિયાઝે કહ્યું કે અમે ચોક્કસપણે વિધાનસભાની ચૂંટણી જીતીશું અને પ્રામાણિક, પારદર્શક, ભ્રષ્ટાચાર મુક્ત અને આધ્યાત્મિક રાજનીતિ આપીશું. એક આશ્ચર્યજનક અને ચમત્કાર ચોક્કસપણે થશે. રજનીકાંતે જાન્યુઆરી 2021 માં પાર્ટી શરૂ કરવાની પુષ્ટિ પણ કરી છે. 31 ડિસેમ્બરના રોજ મોટી ઘોષણાની રાહ જુઓ.

આ પહેલા રજનીકાંતે બુધવારે તેમના રાજકીય સલાહકાર સાથે બેઠક કરી હતી. રજનીકાંતના રાજકીય સલાહકાર થમિઝારવી મણિયને કહ્યું કે અમે જે વાત કરી છે તે હું કહી શકતો નથી. રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે ફક્ત તે (રજનીકાંત) જ જણાવી શકે છે. મેં તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા કહ્યું છે. તે જ સમયે, રજનીકાંતે 30 ડિસેમ્બરના રોજ તેમના જિલ્લા સચિવો સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. બેઠક દરમિયાન સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું હતું કે તેઓ જલદીથી પોતાના નિર્ણયની ઘોષણા કરશે.