રાજપીપળા, નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સીટી ખાતે પર ગત વર્ષે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આ વખતે કોરોના કેહેરને પગલે સીમિત સંખ્યામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ આવી રહ્યા છે.  નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે જેથી ૩૧ ડિસેમ્બરને પગલે મહારાષ્ટ્ર માંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ઘુષણખોરી થવાની સંભાવનાઓને લઈને જિલ્લા પોલિસ વડા ડો.હિમકર સિંહની સુચનાને પગલે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પોલિસનું સઘન પેટ્રોલિંગ થઈ રહ્યુ છે, જિલ્લાની ન્ઝ્રમ્, ર્જીંય્ પોલિસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અન્ય રાજ્યોમાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે એ પ્રવાસીઓનું પણ સઘન પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. 

નર્મદા જિલ્લા પોલિસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે સરકારી ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાશે. નર્મદા જિલ્લા પોલિસ વડા ડો.હિમકર સિંહે વધુમાં જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાની પરમિશન કોઈએ અત્યાર સુધી માંગી નથી.પણ મોટી સંખ્યામાં કોઈ વ્યક્તિઓ ઉપસ્થિત નહિ થઈ શકે.ઉજવણી સ્થળની જગ્યાના ક્ષમતાના ૫૦% અથવા ૨૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હશે તેટલી સંખ્યામાં જ વ્યક્તિઓ હાજર રહી શકશે, જાહેરમાં કોઈ રેલી યોજી શકાશે નહિ.કોવિડ-૧૯ ની વર્તમાન સ્થિતિને લક્ષમાં લેતા કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવવા માટે સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવું આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ સાવચેતીના પગલાં લેવાઇ રહ્યા છે ત્યારે ૩૧મી ડિસેમ્બરની સુરક્ષાનો પડકાર ઝીલવા પોલીસ તૈયાર છે.