વલસાડ વલસાડ જિલ્લા માં ગેરકાયદે દારૂ ની થતી હેરાફેરી ને નાથવા વલસાડ ડીએડપી ડો. રાજદીપ સિંહ ઝાલા એ કમર કસી છે પોલીસ ની કડક કાર્યવાહી ને લીધે અનેક બુટલેગરો ભૂગર્ભ માં ઉતરી દારૂ નો વેપલો બંધ કરી દીધો છે.પરંતુ કેટલાક લાલચી રીશ્વતખોર પોલીસ કર્મીઓ ની મદદ થી બુટલેગરો દમણ થી ગુજરાત માં દારૂ ઘુસાડી દારૂબંધી ની સરેઆમ નિલામ કરી રહ્યા છે. ભ્રષ્ટ પોલીસ કર્મીઓ ને કારણે ઈમાનદારી અને નિષ્ઠા થી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ને પણ લોકો બાન માં લેતા હોય છે. મહાશિવરાત્રી ના રોજ વલસાડ એલસીબી પોલીસ ને એક બુટલેગર તેની કાર માં દારૂ લઇ જઇ રહ્યા ની બાતમી મળી હતી. બુટલેગર ને ઝડપી પાડવા માટે એલસીબી પોલીસે ધરમપુર ચોકડી પર નકાબંદી કરી બુટલેગર ની કાર ની રાહ જાેઈ રહી હતી.પોલીસે ગોઠવેલ યુક્તિ માં બુટલેગર ફસાયો હતો કાર હાઇવે નંબર ૪૮ પર ધરમપુર ચોકડી પર આવતા જ પોલીસે કાર અટકાવી તપાસ કરી ત્યારે કાર માં દારૂ ની હેરફેર માટે ચોરખાનું હતું પરંતુ કાર માં દારૂ ન હતું એલસીબી પોલીસ ને આ કાર માં દારૂ લઈ જવાતી હોવાની પાકી બાતમી મળી હોય પોલીસે વધુ ઊંડાણ માં તપાસ કરી બુટલેગર ને ધકાવતા બુટલેગરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.બુટલેગર ના જણાવવા પ્રમાણે વલસાડ રૂરલ ના બે પોલીસ કર્મીઓ એ બુટલેગર ને અતુલ હાઇવે પર ઝડપી પાડી તેની પાસે મામલો રફેદફે કરવા માટે રૂપિયા ૮૦ હજાર માં તોડ કરી હતી જેમાં દારૂ સહિત ૩૦ હજાર રોકડા લીધા હતા અને બાકી ના ૪૦૦૦૦ હજાર ની રકમ પેટીએમ થી મોકલવા જણાવ્યું હતું. બુટલેગર ના આવા ખુલાસા થી એલસીબી પોલીસ સ્તબ્ધ થઈ ગઇ હતી બુટલેગર ને અતુલ ખાતે રહેલ બન્ને પોલીસ કર્મીઓ પસે લઈ જઈ સત્યતા જાણવાનો પ્રયાસ કર્યો તો ખરેખર રૂરલ ના બે પોલીસ કર્મીઓ એ તોડ કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો એલસીબી ના અધિકારી એ બન્ને પોલીસ કર્મીઓ ને એલસીબી કચેરી લાવી પૂછ પરછ કર્યા બાદ ડીએસપી સાહેબ પાસે લઈ ગયા હતા