મુંબઇ

વેક્સીન બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) નાં સીઈઓ અદાર પૂનાવાલાએ લંડનમાં હવેલી ભાડે લીધી છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, આ હવેલી લંડનનાં મોંઘા વિસ્તાર મેફેયરમાં આવેલી છે. વળી, આ માટે, અદાર પૂનાવાલા દર અઠવાડિયે ભાડા તરીકે ૬૯ હજાર અમેરિકી ડોલર એટલે કે લગભગ ૫૦ લાખ રૂપિયા ચૂકવશે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, અદાર પૂનાવાલાએ આ સંપત્તિ લંડનમાં પોલેન્ડનાં અબજોપતિ ડોમિનિકા કુલઝાઇક પાસેથી ભાડે લીધી છે. આ હવેલીની ઘણી વિશેષતાઓ છે. આજુબાજુની તમામ મિલકતોમાં તે સૌથી મોટી છે. તેનો વિસ્તાર આશરે ૨૫૦૦૦ ચોરસ ફૂટ છે. તેની સાથે એક ગેસ્ટ હાઉસ પણ છે. જેના માધ્યમથી કોઈ મેફેયર વિસ્તારનાં ગુપ્ત બગીચામાં પણ જઈ શકે છે.

આ ડીલને લંડનનાં લક્ઝરી હોમ માર્કેટમાં એક બૂસ્ટની જેમ જોવામાં આવી રહ્યુ છે, જેને બ્રેક્ઝિટ અને કોરોના મહમારીને કારણે આંચકો લાગી ચુક્યો છે. એક ડેટા મુજબ, જ્યાં પૂનાવાલાએ આ સંપત્તિ ભાડા પર લીધી છે, ત્યાં મેફેયર વિસ્તારમાં, છેલ્લા પાંચ વર્ષમાં ભાડા દરમાં ૯% ઘટાડો થયો છે. આપને જણાવી દઇએ કે, અદાર પૂનાવાલાએ મેફેયરમાં જે જગ્યા ભાડે રાખેલી છે, તે આશરે ૨૫,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. તેમા તમામ સુવિધાઓ તેમજ મેફેયર વિસ્તારનાં ગુપ્ત બગીચામાં જવાનો સીધો માર્ગ છે. આદાર પૂનાવાલાએ લંડનની આ સંપત્તિ પોલેન્ડનાં અબજોપતિ ડોમિનિકા કુલઝિક પાસેથી લીઝ પર લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પછી ધંધામાં ચાલતી મંદી જોતાં લંડનમાં પણ આ સોદા અંગે ચર્ચા થઈ રહી છે.