વડોદરા, તા.૨૨

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને રૂ.૨૩૦ કરોડના ખર્ચે રાજ્યમાં સૌથી લાંબા ૩.૫ કિમી લંબાઈ ધરાવતાં અટલ બ્રિજનું ૮ મહિના પૂર્વે જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ બન્યો છે ત્યારથી કોઈના કોઈ કારણોસર વિવાદમાં રહ્યો છે. હજુ માંડમાંડ વિવાદો શમ્યા હતા ત્યો કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષે મ્યુ.કમિશનરને આક પત્ર લખીને નવા વિવાદને આમંત્રણ આપ્યું છે! અટલ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હોવાનો આડકતરો ઈશારો કરતાં આ પત્રને કારણે હવે આવા સવાલ ઊઠી રહ્યાં છે કે, અટલ બ્રિજના નિર્માણ પછી ટ્રાફિકની સમસ્યા વધી હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે. ખાસ કરીને બે બ્રિજની વચ્ચેના ભાગમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોંવાની કબૂલાત ખુદ સ્થાયીના ચેરમેને કરી છે. આ સંદર્ભે ફતેગંજ બ્રિજ ઊતરતા અને પંડ્યા બ્રિજ ચઢતા તેમજ ગેંડા સર્કલ પાસે અટલ બ્રિજ ચઢતા જાેડાણ માટે આગામી બજેટમાં આયોજન કરવા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોના વેરાના રૂ.૨૩૦ કરોડના ખર્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને ઓપી રોડ, ચકલી સર્કલ, ગેંડસર્કલ સહિત સમગ્ર રોડ પર ટ્રાફિકની સમસ્યામાં છૂટકારો મળશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ આ બ્રિજ શરૂ થયાં બાદ ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે ગેંડા સર્કલ, જૂના પાદરા રોડ સહિત બ્રિજની નીચેના ભાગમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. તેમાંય બ્રિજની નીચેના ભાગમાં અનેક સ્થળે બોટલ નેક હોવાથી ખાસ કરીને સવારે અને સાંજના સમયે તો વાહનોની લાંબી કતારો લાગેલી જાેવા મળે છે.

આ બ્રિજની નીચેના મોટાભાગના જંક્શનો પર ખાસ કરીને સયાજીનગર ગૃહથી કોર્ટ તરફ જતાં યોગ સર્કલ પર અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે આ સંદર્ભે મ્યુનિ.કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા, ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા અને નાગરિકો સહેલાઈથી તેમના નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચી શકે તે માટે ટ્રફિકના વ્યવસ્થાપનને ધ્યાને રાખીને શહેરમાં વિવિધ સ્થળે બ્રિજાેનંુ નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો નવિન બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે હાલમાં ફતેગંજ બ્રિજ ઉતરતા અને પંડ્યા બ્રિજ ચઢતા તેમજ પંડ્યા બ્રિજ ઉતરતા અને ગેંડા સર્કલ ચઢતા વચ્ચેના ભાગે રોજેરોજ ટ્રાફિક જામને કારણે ત્રણે બ્રિજ પર અવર જવરમાં સરળતા રહે તે માટે ટેકનિકલ સરવે કરીને જાેડાણ કરવા માગ કરી છે.

વિદ્યાર્થિનીએ પંડ્યા બ્રિજ નીચે જીવ ગુમાવ્યો હતો

તાજેતરમાં જ પંડ્યા બ્રિજ ઉપર મોડી સાંજે પસાર થઈ રહેલા એક ડમ્પરનું ટાયર ફાટતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો.જાેકે બેફામ દોડતા ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા બ્રિજના બીજા ભાગમાંથી પસાર થઈ રહેલી એક્ટિવા સવાર વિદ્યાર્થીની ગભરાઈ જતાં બેલેન્સ ગુમાવી ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં બંને વિદ્યાર્થીની ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા એન્જિનિયરિંગની એક વિદ્યાર્થીનીનંુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતંુ. ઉલ્લેખનિય છે કે, પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ જવાના રોડ પર રસ્તો નાનો છે. તેમાય અટલ બ્રિજ બનવાથી આ રસ્તો વધુ સાંકડો થતાં આ રોડ પર બંને તરફ અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. માત્ર થોડા અંતરે જ ત્રણ બ્રિજ હોવાથી બ્રિજની ઉપર કરતા નીચેના રોડ પર ટ્રાફિક વધુ હોય છે. પરિણામે વારંવાર અકસ્માતો સર્જાઈ છે.

બ્રિજના જાેડાણથી ટ્રાફિકને અવરજવારમાં સરળતા રહેશે

ફતેગંજ ઉતરતા અને પંડ્યા બ્રિજ ચઢતા અને પંડ્યા બ્રિજ ઉતરતા અને ગેંડા સર્કલ અટલ બ્રિજ ચઢતા વચ્ચેના રોડ પર ટ્રાફિક જામ થાય છે. ત્યારે ફતેગંજ બ્રિજ ઉતરતા અને પંડ્યા બ્રિજ ચઢતા અને પંડ્યા બ્રિજ ઉતરતા અને ગેંડા સર્કલ બ્રિજ ચઢતા નવીન બ્રિજ બનાવી જાેડાણ કરવાની ભલામણ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ બ્રિજના જાેડાણથી ટ્રાફિકને અવર જવારમાં ખુબ સરળતા રહેશે, જેથી પંડ્યા બ્રિજની પૂર્વ અને પશ્ચીમમાં ટેક્‌નિકલ સર્વે કરી જાેડાણ કરવા કહ્યું છે.

અટલ બ્રિજમાં સુધારો કરવા સૂચન થયું હતું

વડોદરામાં બે દિવસ પૂર્વેજ વડોદરા આગામી સમયમાં કેવું હોવું જાેઈએ તે અંગે યોજાયેલા વિચારગોષ્ટી કાર્યક્રમમાં વડોદરા કોર્પોરેશનમાં ભાજપના દંડક ચિરાગ બારોટે પણ સૂચન કરતાં કહ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે ત્યારે અટલ બ્રિજમાં સુધારો કરવો જાેઈએ. સાથે આ બ્રિજ પર હાલ મનિષા ચોકડીથી ચકલી સર્કલ એક જ લેન્ડિંગ છે પછી સીધા શાસ્ત્રી બ્રિજ જવું પડે ત્યારે ગેંડા સર્કલથી ગોરવા તરફ કર્વ લઈને લેન્ડિંગ અને બ્રિજ પર ચઢવા પાથ મળે તો વધુ લોકો આ બ્રિજનો ઉપયોગ લઈ શકે.