બોડેલી

બોડેલીમાં પડેલા સતત વરસાદથી ઠેરઠેર વ્યાપક નુકશાન થયું છે, પણ કાચા મકાનો અને ઝૂંપડાઓમાં રહેનારાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની હોવાનું જાેવા મળ્યું હતું.સતત વરસાદ થી નદી, નાળા અને કોતર ના પાણી ગામો અને સીમ માં ફરી વળ્યા અને ઘરો માં પાણી ઘુસી ગયા હતા. ત્યારે કાચા મકાનો અને ઝૂંપડીઓ માં રહેનારા ગરીબ પરિવાર જ જાણે આભ ફાટયું હોય તેવી દારુણ સ્થિતિ બની હતી. બોડેલી નજીક કાવીઠા ગામે એકલવાયું જીવન પસાર કરતી વૃદ્ધા ઝૂંપડી માં રહે છે. પણ ત્યાં વરસાદી પુર આવતા ઝૂંપડી માંથી બધું જ તણાઈ ગયું હતું. જેમાં ચૂલો પણ ભીનો થઇ જતાં બે ટંક નું જમવાનું પણ કઠિન બન્યું હતું. આવા અનેક લોકો ને ભૂખ્યા સુવા નો વખત આવ્યો હતો. કાવીઠા માં તો સેવાભાવી લોકો હોવાથી જમવાનું મળી ગયું પણ અન્ય સ્થળે ઘણા ગરીબ લોકો ને વ્યાપક નુકશાન થવા સાથે જમવાનું પણ નસીબ માં રહ્યું નથી. કેમકે તેઓનું અનાજ પણ પલળી ગયું છે. હવે તંત્ર તેઓની કેવિબને કેટલી મદદ કરે છે, તે જાેવું રહ્યું.