વડોદરા-

વડોદરાના ધારાસભા હોલ ખાતે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં સુગર ફેક્ટરીની આર્થિક સધ્ધરતા ન હોવાના કારણે ખેડૂતોને હપ્તાના પૈસા આપી શક્્યા ન હતા. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ૨૪ કરોડ ૭૭ લાખ જેટલી માતબર રકમ ડભોઇ, વડોદરા, શિનોર, કરજણના ખેડૂત સભાસદો, મજૂરો અને ટ્રેક્ટરોના માલિકોને આપવાનો ર્નિણય લેવાયો છે.

૬ સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ દ્વારા રકમ આપશે..વડોદરા જીલ્લાના ૩૧ સ્થળોએ ૧૦૦ જેટલા ખેડૂત લેણદારોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ રકમનું ચુકવણું કરવામાં આવશે.